
ટામેટાંએ હાલમાં મોટાભાગના લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. તેને લીધે તો લોકોના રસોડાના બજેટ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે લોકોને આગામી સમયમાં રાહત મળવાના પણ કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. લોકો માટે ચિંતાજનક અહેવાલ એ આવ્યા છે કે ટામેટાંના ભાવમાં તેજીનો માહોલ યથાવત્ રહી શકે છે. હાલ ટમેટાનો ભાવ પ્રતિ કિલો રૂ.200થી પણ વધારે છે.
એવામાં ટામેટાંના જથ્થાબંધ વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં ટામેટાંના ભાવ ૩૦૦ રૂપિયા કિલોને આંબી જશે. તેની પાછળનું કારણ ટામેટાંની આવક ઘટવાનું જણાવાયું છે. તેમનું કહેવું છે કે તેની અસર રિટેલ ભાવમાં વધારા તરીકે જોવા મળી શકે છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી, ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...
આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! 1 વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…
આ મામલે દિલ્હી સ્થિત આઝાદપુર ટામેટાં એસોસિએશનના અધ્યક્ષ અને એપીએમસીના સભ્ય અશોક કૌશિકે જણાવ્યું હતું કે ગત ત્રણ દિવસથી ટામેટાંની આવક ઘટી ગઈ છે કેમ કે ભારે વરસાદને લીધે ઉત્પાદક ક્ષેત્રોમાં પાક બગડ્યો છે. તેમણે કહ્યું કે જથ્થાબંધ માર્કેટમાં હાલમાં ટામેટાંનો ભાવ ૧૬૦ રૂપિયા પ્રતિકિલોગ્રામથી વધીને ૨૨૦ રૂપિયા પ્રતિકિલોગ્રામ થઈ ગયો છે. તો ગુજરાતમાં પણ ટમેટાનો ભાવ આસમાને જોવા મળે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત અને દેશના મુખ્ય સમાચાર