
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ૩ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ (Rain Alert) જારી કર્યું છે. હવામાન વિભાગ (Weather Forecast)ના જણાવ્યા અનુસાર ૩ ઓગસ્ટની આસપાસ વરસાદ શિમલા(Shimla)માં મોટા પાયે તારાજી મચાવી શકે છે.વરસાદના કારણે શિમલા જિલ્લાના નનખરી અને કોટગઢ વિસ્તારનાં કેટલાંય ઘરો ડૂબવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જૂલાઈ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં વરસાદે રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું જેના લીધે જમ્મુ કાશ્મીરમાંથી નિકળતી નદીમાં પૂર(Flood) અને ભૂસ્ખલ્ન (Land Sliding) જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવામાં ફરી 3 ઓગસ્ટ બાદ તારાજી સર્જાવાના એંઘાણ ઘડાઈ રહ્યા છે.
આ પણ વાંચો : રુદ્રાક્ષ ધારણ કર્યા પછી ન કરો આ 3 ભૂલો, રાશી પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાથી થશે આ 5 ફાયદા...
આ પણ વાંચો : ચોમાસામાં ધોયેલા કપડામાંથી વાસ આવે છે? તો આ ટિપ્સથી સ્મેલ ફ્રી થઇ જશે કપડા અને પહેરવાની આવશે મજા...
આ પણ વાંચો : ચોમાસામાં રાત્રે ઘરમાં જીવજંતુઓ કરે છે પરેશાન? આ 5 અસરકારક ટિપ્સથી મિનિટોમાં જંતુઓ થશે ગાયબ...
તો ઉત્તરપ્રદેશમાં પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશની જેમ ઉત્તરાખંડમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદથી ચમોલી જિલ્લાના જોષીમઠમાં ભૂસ્ખલનનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ઉત્તર અને પૂર્વ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
વધુમાં પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ૨ ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ(Weather Forecast)ના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મિઝોરમનાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઈએમડી(IMD)ના જણાવ્યા અનુસાર ૪ ઓગસ્ટ સુધી પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. પંજાબમાં ૩ ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૩ ઓગસ્ટ સુધી દિલ્હી, રાજસ્થાનમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે પણ યલો એલર્ટ(yellow Alert) જારી કર્યું છે. આજે અને આવતી કાલે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તેમજ કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news