
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 10નો ઘટાડો થઈ શકે છે. તેનું પાછળ કારણ છે કે, છેલ્લા એક વર્ષમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 15 ટકાનો ઘટાડો થયો છે. 10 જુલાઈએ ક્રૂડ ઓઈલ 35 ટકા સસ્તું થઈ ગયું હતું, પરંતુ આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel price)માં ઘટાડો કર્યો હતો.
હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. દરમિયાન, પેટ્રોલિયમનો છૂટક વેપાર કરતી ત્રણ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)નો નફો લગભગ ત્રણ ગણો વધી ગયો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ કંપનીઓ હાલમાં પ્રતિ લિટર 10 રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે.
ક્રિસિલે કહ્યું - IOCL, HPCL, BPCL આ વર્ષે 1 લાખ કરોડનો નફો કરશે. ગયા વર્ષે આ ત્રણ મહિનામાં 1,992 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. IOCL, BPCL અને HPCLનો નફો 2023-24માં રૂ.1 લાખ કરોડને વટાવી જશે. 2017 અને 2022 ની વચ્ચે આ કંપનીઓએ વાર્ષિક સરેરાશ 60 હજાર કરોડનો નફો કર્યો હતો. તેમનો કુલ નફો 2022-23 સુધીમાં રૂ. 33,000 કરોડથી ત્રણ ગણો થવાની ધારણા છે.
કંપનીઓ પાસે પેટ્રોલિયમના ભાવમાં રૂ. 10નો ઘટાડો કરવાનો અવકાશ છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ.10 જેટલી કમાણી કરી રહી છે. આ દૃષ્ટિકોણથી, તેમની પાસે તેમની કિંમતો ઘટાડવા માટે પૂરતો અવકાશ છે. આમ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે. સાથે જ આમ નાગરીકોના ખિસ્સા પર પડતો બોજ ઘટશે.
How To Decide Petrol Diesel Price In India: જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન, 2010 પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર 2014 સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી. 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ તેલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - પેટ્રોલ ડિઝલના ભાવ petrol Diesel price today