
PUBG Game જેટલી લોકપ્રિય છે, એટલી જ વધુ તેની આડઅસરો છે. આ ગેમ બાળકોના શારીરિક-માનસિક વિકાસ પર ખુબ જ ખરાબ અસર કરી રહી છે. PUBG ગેમ રમતી વખતે એક બાળકે પોતાના હાથની નસ અને હાથની ત્રણ આંગળીઓ કાપી નાખી. આ ઘટના છે ઉત્તર પ્રદેશના બરેલીની.. જ્યાં બાળકની લોહીલુહાણ હાલત જોઈને પરિજનો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઉત્તરપ્રદેશના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. બાળક પાંચમા ધોરણનો વિદ્યાર્થી છે. તેનું નામ અર્જુન છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, અર્જુનને PUBG ગેમનો એટલો શોખ હતો કે જ્યારે કોઈ સંબંધી તેના ઘરે આવતો ત્યારે તે સૌથી પહેલા તેનો મોબાઈલ લઈને તેના રૂમમાં જતો. તેને PUBG ગેમ રમવાનો એટલો બધો શોખ હતો કે તે હોશ ગુમાવી બેઠો હતો.
► આ પણ વાંચો : મણિપુર કાંડના પડઘા સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા, વાયરલ વીડિયો બાદ અત્યાર સુધી શું થયું?
► આ પણ વાંચો : આ રીતે સહારામાં ફસાયેલા પૈસા વ્યાજ સહિત પરત મળશે, સરકારે ઓનલાઈન પોર્ટલ કર્યું જાહેર...
પરિજનો જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે ત્યાંના ડોકટરોએ જોયું કે બાળકનું લોહી ઘણું વહી ગયું છે, તેથી તેઓએ તેને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું. હવે બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ મામલે સંબંધીઓએ પોલીસમાં કોઈ ફરિયાદ કરી નથી. સાથે જ તબીબોનું કહેવું છે કે બાળકીની હાલત ખતરાની બહાર છે. તેના ઘા પર મલમ લગાવવામાં આવ્યો છે. તેમની તબિયત સુધર્યા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવશે.
PUBG Gameને લઈને હદ્દ કરતા વધારે શોખ પાગલપનમાં પરિણમે છે. અને દેશમાં આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે, PUBG વિડિયો ગેમના વ્યસનથી 16 વર્ષના છોકરાએ લખનૌમાં તેની માતાની ગોળી મારી હત્યા કરી હતી. બાળકે માતાની હત્યા કરી કારણ કે તેણે બાળકને PUBG ગેમ રમવાથી રોકી હતી. રાજસ્થાનના નાગૌરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કિશોરે PUBGની લતના કારણે તેના પિતરાઈ ભાઈની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. PUBG Game બાળકોને જ નહીં પરંતુ પુખ્ત વયના લોકોની જીંદગી પણ જોખમમાં મુકી રહી છે. તેની લત્તને કારણે અનેક સંબંધોમાં તિરાડો પડી છે. PUBG Game રમાડતી કંપની ખુબ પૈસા કમાઈ છે. પરંતુ તેના યુઝર્સ આજે પણ અનેક શારિરીક અને માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. નિષ્ણાંતોના મતે દૈનિક ઓનલાઈન ગેમ્સ રમતા વ્યક્તિઓની માનસિકતા ક્રૂર અને લાગણીવીહીન અને એકલોઅટલો બની જાય છે. માટે ઓનલાઈન ગેમ્સનો બને એટલો ઓછો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PUBG GAME News