
Canada Open Work Permit: કેનેડામાં ઓપન વર્ક પરમિટ માટે 10 હજાર અરજી મંગાવવામાં આવી હતી. તેના ભાગરૂપે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા લોકોને કેનેડામાં કામ કરવા ઓપન વર્ક પરમિટની ઓફર કરી હતી. જે માત્ર 48 કલાકમાં આવી ગઈ હતી. અને જેમાં ઘણા લોકો અરજી કરતા ચૂકી ગયા હતા. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. કેનેડાએ વિદેશથી ટેલેન્ટેડ લોકોને આકર્ષવા માટે ગંભીર પ્રયાસો શરૂ કરી દીધા છે. સૌથી પહેલાં તો કેનેડાએ પડોશી દેશ અમેરિકામાંથી સ્કીલ્ડ વર્કર્સને પોતાના તરફ આકર્ષવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો : કેનેડામાં નોકરી મેળવવા માંગો છો ? આ રહ્યું ટોપ કેનેડિયન જોબ સર્ચ વેબસાઇટ્સનું લિસ્ટ…
H-1B Visa ધારકો માટે કેનેડાએ જે ઓફર કરી તેમાં સ્કીલ્ડ લોકોને પોતાના પરિવાર સાથે કેનેડા આવવાની, કામ કરવાની અને ભણવાની સગવડ મળે છે. તેમાં પસંદ થયેલા લોકો ત્રણ વર્ષ સુધી કેનેડામાં મુક્ત રીતે રહી શકશે અને કામ કરી શકશે. તેઓ કોઈ એક કંપની કે એમ્પ્લોયર માટે બંધાયેલા નહીં રહે. આ ઉપરાંત તેમના પતિ કે પત્નીને પણ ટેમ્પરરી રેસિડન્ટ વિઝા માટે અરરજી કરવાનો અધિકાર મળશે. કેનેડાની આ ઓફર એટલી સફળ થઈ કે ફટાફટ જરૂરી અરજીઓ મળી ગઈ હતી. તેના કારણે ઘણા લોકો આ ઓફર ચુકી ગયા છે. તેમના માટે હજુ પણ ત્રણ રસ્તા છે.
ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ હેઠળ કેનેડિયન એમ્પ્લોયર્સ કોઈ સ્પેશિયલ કામ માટે વિદેશી કામદારોને હાયર કરી શકે છે. પરંતુ તે કામ માટે કેનેડિયન કામદારો મળતા ન હોવા જોઈએ તે એક શરત છે. ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમની શરૂઆત 2017માં થઈ હતી. આ સ્ટ્રીમ હેઠળ બે કેટેગરી આવે છેઃ
કેટેગરી A :- ડેઝિગ્નેટેટ પાર્ટનર રેફરલ
આ કેટેગરીમાં પાત્ર બનવા માટે કેનેડિયન એમ્પ્લોયરને કોઈ એક ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રીમ ડેઝિગ્નેટેડ પાર્ટનર દ્વારા રિફર કરાયા હોય તે જરૂરી છે. તેઓ યુનિક અને સ્પેશિયલાઈઝ્ડ લોકોની ભરતી કરતા હોય તે જરૂરી છે.
કેટેગરી B :- ઈન ડિમાન્ડ ઓક્યુપેશન
આ કેટેગરીમાં લાયક બનવા માટે કેનેડિયન એમ્પ્લોયર ગ્લોબલ ટેલેન્ટ ઓક્યુપેશન લિસ્ટમાંથી પોઝિશન ભરતા હોય તે જરૂરી છે. ગ્લોબલ ટેલેન્ટ ઓક્યુપેશન લિસ્ટ એ અત્યંત સ્કીલ્ડ, ઈન-ડિમાન્ડ ઓક્યુપેશન હોય છે. તેમાં પગારધોરણ જે તે પોઝિશન માટે પ્રવર્તમાન લેવલ જેટલું અથવા તેનાથી વધારે હોવું જોઈએ.
ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર એ કેનેડામાં કામ કરવાનો બીજો ઉપાય છે. તેનાથી ઈન્ટરનેશનલ વર્કર્સ કેનેડા સેટલ થઈ શકે છે. તમે મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા હોવ જેની એક બ્રાન્ચ કે પેટાકંપની અથવા એફિલિયેટ કેનેડામાં હોય તો તમને ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર દ્વારા કેનેડામાં વર્ક પરમિટ મળી શકે છે. તેના માટે તમારે વિદેશી કંપનીમાં ઓછામાં ઓછા એક વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ અને વેલિડ કામ માટે કેનેડા આવ્યા હોવા જોઈએ.
આ પણ વાંચો : કેનેડામાં નોકરી મેળવવા માંગો છો ? આ રહ્યું ટોપ કેનેડિયન જોબ સર્ચ વેબસાઇટ્સનું લિસ્ટ…
કોઈ વિદેશી વ્યક્તિ કેનેડામાં ઈન્ટરનેશનલ બિઝનેસ પ્રવૃત્તિમાં ભાગ લેવા આવી હોય, પરંતુ તે કેનેડાના લેબર માર્કેટમાં ન પ્રવેશે તેને બિઝનેસ વિઝિટર કહે છે. તમારી પ્રોડક્ટને વેચવા માટે જો તમે કેનેડામાં જઈને લીડ ઉભી કરવા માંગતા હોવ તો સરળતાથી વીઝા મળી શકે છે. પરંતુ તે તમારે સાબિત કરવું પડે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Canada Work Permit Visa Latest News