
દેશ સહિત રાજ્યમાં રોજના અનેક માર્ગ અકસ્માતના સમાચાર સતત આવતા રહે છે. જેમાં અસંખ્ય લોકો પોતાનો કમોતે જીવ ગુમાવે છે. અકાળે મૃત્યું પામતા આવા લોકોનો આંકડો કોવીડમાં થયેલા મોત કરતા પણ ભયાનક છે. તાજેતરમાં તથ્ય પટેલે માર્ગ અકસ્માતમાં 9 લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યાના સમાચાર ધ્યાને આવે છે. એવામાં તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં દર કલાકે માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત નિપજે છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ રોડ અકસ્માતને લઇને કહ્યું, ‘સૌથી મહત્વપૂર્ણ આ છે કે આપણા દેશમાં દર વર્ષે ૫ લાખ લોકોના અકસ્માત થાય છે જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. જે કોઈપણ આપત્તિ અથવા કોવિડ જેવી ભયાવહ સ્થિતિ કરતા પણ વધારે મોત રોડ અકસ્માતમાં થાય છે.
નિતિન ગડકરીએ કહ્યું, ‘રોજ ૧,૧૩૦ અકસ્માત અને ૪૨૨ લોકોના મોત એટલે કે દેશમાં દર કલાકે ૧૮ લોકોના મોત થાય છે.' રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી મળેલા ડેટા અનુસાર વર્ષ ૨૦૨૧માં દેશમાં કુલ ૧.૫ લાખથી વધુ લોકોના મોત થયા છે. રોડ અકસ્માતની ઘટનામાં મહારાષ્ટ્ર છઠ્ઠા નંબર પર છે જયારે મૃત્યુના આંકડામાં મહારાષ્ટ્ર નંબર ત્રણ પર આવે છે.
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે કોવિડ કરતા પણ વધારે મોત રોડ અકસ્માતમાં થાય છે, તેમણે કહ્યું કે આ ગંભીર વિષય છે અને સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી રહી છે.
તે ઉપરાંત રોડ સેફ્ટી ઓડિટર્સ માટે અનેક સર્ટિફિકેશન કોર્સ ચલાવવામાં આવી રહ્યાં છે. ફ્રન્ટ સીટમાં બેસેલા વ્યક્તિ માટે એરબેગને અનિવાર્ય કરી દીધી છે. તે ઉપરાંત સીટ બેલ્ટ રિમાઇન્ડર, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, ઓવર સ્પીડ વોર્નિંગ સિસ્ટમ જેવા અનેક ફેરફારો અનિવાર્ય કરવા ગયા છે. પરંતુ ગાડી તો લોકોના હાથમાં છે માટે તેનો કંટ્રોલ લોકોની ડ્રાઈવિંગ ડિસિપ્લિન અને આવડત પર આધાર રાખે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News India News