
Richest Person of West Bengal: ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની દેશ અને દુનિયામાં ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે પશ્ચિમ બંગાળના સૌથી અમીર વ્યક્તિ વિશે જાણો છો? જે એનઆર નારાયણ મૂર્તિ અને અજય પીરામલ કરતા પણ આગળ છે. આપણા દેશમાં પણ અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમીરોમાં યુવાનોથી માંડીને વૃદ્ધાવસ્થાના મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ફોર્બ્સે ભારતના અબજોપતિઓની યાદી પણ જાહેર કરી છે. જેમાં 92 વર્ષીય બેનુ ગોપાલ બાંગુર(Benu Gopal Bangur)નું નામ સામેલ છે. બાંગુર બંગાળના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 55,000 કરોડથી વધુ છે. તેમનું બાંગુર ગ્રુપ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા બિઝનેસ હાઉસમાંનું એક છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં બેનુ ગોપાલ બાંગુર 19માં ક્રમે છે. તેમની કુલ મૂડી $6.7 બિલિયન ડોલર છે. બેનુ ગોપાલ બાંગુર રૂ.86,750 કરોડની મૂડી સાથે શ્રી સિમેન્ટના ચેરમેન છે. બાંગુર ગ્રુપની સ્થાપના બેનુ ગોપાલના દાદા રામ બાંગુર દ્વારા તેમના ભાઈ કુવર બાંગુર સાથે મળીને કરવામાં આવી હતી. વર્ષ 1991 માં, આ જૂથને પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાંથી સિમેન્ટ સેક્ટર બેનુ ગોપાલના હાથમાં આવ્યું અને તેમણે તેને નવી ઊંચાઈએ પહોંચાડ્યું.
શ્રી સિમેન્ટની સ્થાપના બેનુ ગોપાલ બાંગુરના દાદા દ્વારા વર્ષ 1979માં જયપુર, રાજસ્થાનમાં કરવામાં આવી હતી. વર્ષ 1992માં બેનુ ગોપાલ બાંગુર શ્રી સિમેન્ટના ચેરમેન બન્યા. જે બાદ તેણે પોતાના ધંધાને આગળ વધારવા માટે સખત પ્રયાસો કર્યા. આ ધંધો ભલે તેને વારસામાં મળ્યો હોય, પરંતુ તેણે પોતાની મહેનતથી તેને ખુબ આગળ વધાર્યો અને આજે તે આ ક્ષેત્રમાં એક દિગ્ગજ સીમેન્ટ કંપની બનીને ઉભરી આવી છે. તેઓ મૂળ કોલકાતાના મારવાડી પરિવારના છે. જેમની પાસે B.Com ની ડીગ્રી છે. હવે તેમનો પુત્ર હર મોહન બાંગુર તેમના બિઝનેસની ડૌરને સંભાળી રહ્યો છે. જેમણે IIT મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
શ્રી સિમેન્ટના શેરમાં 22 વર્ષના ગાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 6 જુલાઈ, 2001ના રોજ તેમના એક શેરની કિંમત 30.30 રૂપિયા હતી. જે 19 જુલાઈ 2023ના રોજ 24,045.20 રૂપિયા પર પહોંચી ગઈ છે. શ્રી સિમેન્ટની તેની બ્રાન્ડ હેઠળના ઉત્પાદનોમાં શ્રી જંક રોડક, રુફાન, રોક સ્ટ્રોંગ અને બાંગુર પાવરનો સમાવેશ થાય છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness News