
ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતમાં પીડિતાની સહમતી વગર તેની અગંત પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ હતી. પીડિતાના ભાઈએ એક બાદ એક કરેલા ટ્વીટમાં કહ્યું કે, "તેમની બહેનની સાથેના બળાત્કારનો વીડિયો જાહેર કરીને તેને ફેલાવી દેવાની ધમકી ત્રણ વર્ષથી અપાઈ રહી હતી." આરોપી પીડિતાના પોર્ન વીડિયો સોશિયલ મીડિયામાં મુકવાની ધમકી આપતો હતો જેને લઈને પીડિતાના ભાઈએ પોલીસ કેસ કર્યો હતો. અને લાંબી તપાસ બાદ છેલ્લે 21 ફેબ્રુઆરી 2023ના દિવસે આરોપીની ધરપકડ થઈ હતી. અને થોડા દિવસ પૂર્વે જ આરોપીને ઐતિહાસિક સજા સંભળાવવામાં આવી છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો, 14 ડિસેમ્બર 2022ના દિવસે પીડિતાને એક અજાણ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટથી એક મૅસેજ આવ્યો હતો. જેમાં તેની બેભાન હાલતમાં રેકૉર્ડ કરાયેલો એક વીડિયો હતો. આ સમગ્ર બાબત તેની બહેને રડતાં-રડતાં તેના ભાઈને કહ્યું. ત્યાર બાદ પરિવારે પોલીસમાં કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો.
પાંડેલાંગ જિલ્લા કોર્ટમાં ચુકાદો આપતા જજે કહ્યું હતું કે આરોપીએ જાણી જોઈને આપત્તિજનક સામગ્રીનું ઇન્ટરનેટ પર વિતરણ કર્યું હતું. માટે તેને છ વર્ષ જેલની સજા સિવાય તેના પર આવનારા આઠ વર્ષ સુધી ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ઇન્ડોનેશિયામાં એક મિસાલ સાબિત થશે. આ પહેલીવાર છે કે જ્યારે કોઈ આરોપીનો ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર રદ કરાયો છે.
પીડિતાના ભાઈએ કહ્યું કે, "મારી બહેનને જબરદસ્તીથી ખેંચવામાં આવી, માર મારવામાં આવ્યો, મુક્કા મારવામાં આવ્યા, પગમાં માર મરાયો. અપરાધીએ વારંવાર મારી બહેનના ગળા પર ચપ્પું મૂક્યું અને તેને મારવાની ધમકી આપી હતી અને આરોપી વીડિયોની ધમકી આપીને મારી બહેન પર (તેનો) બૉયફ્રેન્ડ બનવાનું દબાણ કરતો હતો."
પીડિતાના ભાઈએ પોતાની બહેન સાથે થયેલી ઘટના અંગે ત્રણ ભાગમાં ટ્વીટ કર્યા અને તેને લાખો લોકોએ જોયા. જે બાદ આ કેસમાં આરોપી અલ્વી હુસૈન મુલ્લા વિરુદ્ધ અનેક આરોપો ઘડાયા હતા. જે અંતર્ગત છ વર્ષની સજાની જ જોગવાઈ હતી. પીડિતાના ભાઈએ દાવો કર્યો કે "કેસની પહેલી સુનાવણી અંગે તેમને કે તેમના વકીલોને કોઈ જાણકારી નહોતી મળી. બીજી તારીખે જ્યારે તેમની બહેનને જુબાની માટે બોલાવાયાં ત્યારે તેમને તેની સુનાવણી અંગે ખબર પડી."
પીડિતાના ભાઈના જણાવ્યા અનુસાર, તેમની બહેન પર કોર્ટમાં વારંવાર આરોપીને માફ કરી દેવાનું દબાણ કરાયું. અને કોર્ટમાં તેમને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. આરોપીએ ઘટનાના વીડિયોને પોતાના લેપટૉપમાં ખોલવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સાથે જ પીડિતાનો કોર્ટમાં પક્ષ લેનારા પ્રૉસિક્યૂટર તેમની બહેનને ડરાવી રહ્યા હતા અને યોગ્ય રીતે તેનું પ્રતિનિધિત્વ નહોતા કરી રહ્યા. કોર્ટે પોર્ન વીડિયોના કેસમાં તો આરોપીને સજા આપી પણ તેના પર બળાત્કારનો આરોપ ન ઘડાયો હતો. પરંતુ પીડિતાનો ભાઈ કહે છે કે, તેમની બહેનનું હંમેશા માટે એ કહેવું છે કે તેની સાથે બળાત્કાર થયો છે અને એટલા માટે જ તેઓ આ અંગે નવો કેસ દાખલ કરાવશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - International News