• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા

અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા

11:04 PM August 02, 2026 Gujju News Channel Share on WhatsApp

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથે તિરુપતિ મંદિરમાં માથું મુંડાવીને વાળનું દાન કર્યું છે.. આ પરંપરા ભગવાન વેંકટેશ્વરના કુબેર પ્રત્યેના ઋણ ચૂકવવા અને શ્રદ્ધા-સમર્પણનું પ્રતીક મનાય છે.



Hardik Pandya At Tirupati Balaji Temple and Offers hair : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મુંડાવી લીધું છે. તેઓ આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ભગવાનના દર્શન કર્યા અને વિધિવત પૂજન પણ કર્યું હતું. આ દરમિયાન તેને મંદિરમાં પોતાનું માથું પણ મુંડાવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પણ આ જ મંદિરમાં માથું મુંડાવ્યું હતું. આખરે દેશના મોટા-મોટા સેલિબ્રિટીઝ અહીં આવીને માથું કેમ મુંડાવે છે, તે વિશે વિસ્તારથી જાણીએ.


Hardik Pandya At Tirupati Balaji Temple and Offers hair


► તિરુપતિમાં માથું મુંડાવવાની પરંપરા કેમ ?


તિરુપતિમાં માથું મુંડાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં આવતા ભક્તો પૂરી શ્રદ્ધા સાથે પોતાનું માથું મુંડાવીને વાળનું દાન કરે છે. તેઓ આને ઈશ્વર પ્રત્યે સમર્પણ, અને વિનમ્રતાનું પ્રતીક માને છે. અમુક લોકો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહીં આવીને વાળનું દાન કરે છે, તો અમુક કોઈ ખાસ સંકલ્પ મુજબ પણ આ કરે છે.


► વાળના દાન પાછળની પૌરાણિક કથા


Hardik Pandya At Tirupati Balaji Temple and Offers hair

તિરુપતિમાં વાળનું દાન કરવા પાછળ એક પૌરાણિક કથા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ભગવાન વેંકટેશ્વરનું પદ્માવતી સાથે વિવાહ થયા ત્યારે પરંપરા અનુસાર વિવાહ પહેલાં કન્યાના પરિવારને એક ખાસ પ્રકારનું શુલ્ક આપવાનું હતું. ભગવાન વેંકટેશ્વર આ શુલ્ક ચૂકવવામાં અસમર્થ હતા તેથી તેમને કુબેર મહારાજ પાસેથી ઋણ લઈને પદ્માવતી સાથે વિવાહ કર્યા અને વચન આપ્યું કે કલિયુગના અંત સુધી તે આખું ઋણ ચૂકવી દેશે.


► ઋણ ચૂકવવાનું પ્રતીક


તેમને લક્ષ્મી માતાની તરફથી પણ વચન આપ્યું કે જે ભક્તો આ ઋણ ચૂકવવામાં તેમની મદદ કરશે મા લક્ષ્મી તેમને તેનાથી દસ ગણું વધુ ધન આપશે. એજ કારણે ભક્તો તિરુપતિમાં વાળનું દાન કરીને ભગવાન વિષ્ણુના ઋણ ચૂકવવામાં મદદ કરે છે.

Hardik Pandya At Tirupati Balaji Temple and Offers hair


► કોણ છે ભગવાન વેંકટેશ્વર?


આંધ્ર પ્રદેશમાં આવેલું તિરુમલા તિરુપતિ બાલાજી મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. તિરુમલાની પહાડીઓ પર બનેલા આ ભવ્ય મંદિરમાં હંમેશા ભક્તોની ભારે ભીડ જામી રહે છે. અહીં દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે. અહીં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરને બાલાજી અને શ્રીનિવાસના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન વેંકટેશ્વર ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન અને પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિના પાપોનું પ્રાયશ્ચિત થાય છે. માન્યતા છે કે આ જ જગ્યા છે જ્યાં ભગવાન વિષ્ણુએ માનવજાતિના કલ્યાણ માટે વેંકટેશ્વરનું અવતાર ધારણ કર્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Hardik Pandya At Tirupati Balaji Temple and Offers hair



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us