
પોઝિટિવ વાતાવરણ માટે ઘરમાં લગાવો આ 8 છોડ, સુખ-સમૃદ્ધિ સાથે આવકમાં થશે વધારો...
Positive Energy Plants: ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે તે ખુબ જ જરૂરી હોય છે. એવામાં કેટલાક એવા છોડ અને વૃક્ષો છે જેને ઘરમાં ઉછેરવાથી પોઝિટિવ વાઈબ્સની સાથે સારી એનર્જી પણ વસવાટ કરવા લાગે છે. તો આજે આપણે આવા 8 છોડ વિશે જાણીશું..
કહેવાય છે કે વાંસનો છોડ ઘરમાં ખુશી, સૌભાગ્ય અને શાંતી લઈને આવે છે. જેને ગુડલક ટ્રી પણ કહેવામાં આવે છે. આપણે લગ્નના એક દિવસ અગાઉ વાંસના રોપનું પુજન કરવાની શાસ્ત્રોક વિધિ પણ છે.
ઘરમાં મની પ્લાન્ટ રાખવું ખુબ જ શૂભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરના સામેના રૂમના દક્ષિણ-પૂર્વ ખુણામાં રાખવો યોગ્ય માનવામાં આવે છે.
લવેન્ડરની સુગંધ ખુબ જ પીસફુલ હોય છે. જે તણાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. અને તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે.
પીસ લીલીનો છોડ પ્રેમ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોડને બેડરૂમમાં લગાવવાથી સારી ઊંઘ આવે છે.
સ્નેક પ્લાન્ટને પોઝિટિવ એનર્જીનો સોર્સ માનવામાં આવે છે. આ છોડને ઘરની કોઈપણ બારી નજીક રાખવો જોઈએ જેથી છોડમાંથી થઈને હવા ઘરની અંદર આવે તે સકારાત્મક ઉર્જા લાવે.
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. વર્ષોથી ઘરના આંગણામાં તેને લગાવવાની પરંપરા ચાલતી આવે છે. ઔષધીના ગુણ સહિત માતા લક્ષ્મીનો અવતાર પણ તુલસીને માનવામાં આવે છે. જેથી ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉછેરવો જોઈએ.
નાની પાંદડીઓ ધરાવતો આ છોડ ભાગ્ય, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. જેને ઘરમાં જરૂર સ્થાન આપવું જોઈએ.
ચમેલીના છોડની સુગંધ તમારા મુડને પીસફુલ રાખવામાં મદદ કરે છે. તે ચિંતા અને તણાવને ઓછો કરે છે. માટે ચમેલીનો છોડ ઘરમાં જરૂર લગાવવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી