મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે હંમેશા એ સવાલ થાય છે કે, SIP માટે લાર્જ કેપ (Large Cap), મિડ કેપ (Mid Cap) કે સ્મોલ કેપ (Small Cap) માંથી ક્યાં રોકાણ કરવું? ક્યાં સારું રિટર્ન મળશે?
કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ ( Mutual Fund) ની એક સ્ટડી મુજબ ત્રણેય માર્કેટ કેપ સેગમેન્ટના 10 વર્ષના SIP રિટર્નની સરખામણી કરવામાં આવી. આમાં Nifty 100 TRI, Nifty Midcap 150 TRI અને Nifty Smallcap 250 TRI ના આંકડા જોવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર, લાંબાગાળાના રોકાણમાં મિડ કેપ સેગમેન્ટ સૌથી આગળ રહ્યો છે. ડેટા અનુસાર, મિડ કેપ સેગમેન્ટનું સરેરાશ રિટર્ન 17.57% રહ્યું, જ્યારે લાર્જ કેપનું સરેરાશ રિટર્ન 13.04% અને સ્મોલ કેપનું 14.93% રહ્યું છે. Large Cap Mid Cap Or Small Cap Which is best for long term Investment and higher returns

બીજીબાજુ, મીડિયન રિટર્ન (Median Return) ની બાબતમાં પણ મિડ કેપે લીડ મેળવી. મિડ કેપનું મીડિયન રિટર્ન 18.17% રહ્યું, જ્યારે લાર્જ કેપનું 13.37% અને સ્મોલ કેપનું 15.52% રહ્યું. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, 10% થી વધુ રિટર્ન આપવાની બાબતમાં મિડ કેપ સૌથી મજબૂત રહ્યો. આશરે 98% સમય મિડ કેપે 10% થી વધુ રિટર્ન આપ્યું. વળી લાર્જ કેપમાં 93% અને સ્મોલ કેપમાં 87% રહ્યું.
Read Also : રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
જો 12% થી વધુ રિટર્નની વાત કરીએ તો પણ તે સમયગાળામાં મિડ કેપ આગળ દેખાયો. લગભગ 95% સમય મિડ કેપે 12% થી વધુ રિટર્ન આપ્યું. લાર્જ કેપમાં આ આંકડો 73% અને સ્મોલ કેપમાં 79% રહ્યો. 15% થી વધુ રિટર્ન આપવામાં પણ મિડ કેપે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આશરે 80% સમય મિડ કેપે 15% થી વધુ રિટર્ન આપ્યું, જ્યારે લાર્જ કેપમાં આ માત્ર 14% અને સ્મોલ કેપમાં 57% રહ્યું. આપેલા આંકડાઓ પરથી તમે સમજ્યા હશો કે, મિડકેપ ફંડ્સે લોન્ગ ટર્મમાં રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. રોકાણકારો માટે એ સમજવું જરૂરી છે કે, વધુ રિટર્નની સાથે જોખમ પણ વધુ હોય છે. લાર્જ કેપ ફંડ હંમેશા સ્થિર માનવામાં આવે છે, જ્યારે સ્મોલ અને મિડ કેપમાં ઉતાર-ચઢાવ વધારે હોઈ શકે છે. આથી રોકાણ કરતા પહેલા તમામ જરૂરી નિયમો ખૂબ જ ધ્યાનથી વાંચો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Large Cap Mid Cap Or Small Cap Which is best for long term Investment and higher returns
