• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ

વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ

11:29 PM May 29, 2026 Admin Share on WhatsApp

Chunari Song Copyright Case : વરૂણ ધવનની ફિલ્મના સોંગના લીધે જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ₹400 કરોડનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દીધો છે



"Chunari Chunari" Song Copyright Case : બોલિવૂડ એક્ટર વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને લઈને ટેન્શન વધી ગયું છે. આગામી 5 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ ડિરેક્ટર ડેવિડ ધવન અને ‘ટિપ્સ’ મ્યુઝિક કંપની માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ ફિલ્મના મેકર્સ વિરુદ્ધ ₹400 કરોડનો અધધધ કાયદાકીય કેસ ઠોકી દીધો છે. ચાલો જાણીએ શું છે આ આખો વિવાદ.


► ‘ચુનરી ચુનરી’ ના રિમેક સોંગ પર કોપીરાઈટ કેસ


વરૂણ ધવન અને તેના પિતા ડેવિડ ધવન હાલમાં આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘ચુનરી ચુનરી’ રિલીઝ થયું હતું, જે બોલિવૂડના જૂના આઇકોનિક ગીતનું રિમેક છે. આ ગીત બહાર આવતાની સાથે જ પ્રોડ્યુસર વાસુ ભગનાની અને ફિલ્મના મેકર્સ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે આ મામલે નવો અને મોટો વણાંક આવ્યો છે. વાસુ ભગનાનીની કંપની 'પૂજા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ'એ બોમ્બે હાઈકોર્ટમાં ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને ડેવિડ ધવન વિરુદ્ધ કેસ ફાઈલ કરીને મોટો ઝટકો આપ્યો છે.


► આ ગીતોના ઉપયોગ સામે વાસુ ભગનાનીને વાંધો


વરૂણ ધવનની આ ફિલ્મ પર વાસુ ભગનાનીએ પરવાનગી વિના ગીતોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વાસુ ભગનાનીના વકીલ ‘વી. કે. દુબે એસોસિએટ્સ’ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની નોટિસમાં ફિલ્મના પ્રમોશનલ મટીરિયલ, વિવાદિત ગીત ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ના ઉપયોગ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રીમિંગ અને કમર્શિયલ ઉપયોગ પર પણ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.


► વાસુ ભગનાનીની શું છે માંગણીઓ?


અદાલતે વાસુ ભગનાનીને કેસ ફાઈલ કરવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. બોલિવૂડની આ અત્યાર સુધીની સૌથી મોટી કોપીરાઈટ લડાઈ માનવામાં આવી રહી છે. વાસુ ભગનાનીની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

• ફિલ્મની તમામ પ્રમોશનલ સામગ્રીમાંથી ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ગીતોને તાત્કાલિક હટાવવામાં આવે.

• ફિલ્મના ટાઇટલ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને પણ બદલવામાં આવે.

• પૂજા એન્ટરટેઈનમેન્ટે આ ગેરકાયદેસર ઉપયોગ બદલ ₹100 કરોડના નુકસાની વળતરની પણ માંગ કરી છે.

જો ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડેવિડ ધવન આ શરતો પૂરી નહીં કરે, તો ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.


► મેકર્સ પર શું છે આરોપ અને ટિપ્સનો જવાબ


પૂજા એન્ટરટેઈનમેન્ટનો આરોપ છે કે ફિલ્મના મેકર્સ પાસે આ ગીતોનો ઉપયોગ કરવાના કોઈ કાયદેસરના રાઈટ્સ નહોતા. ઓરિજિનલ ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ વિના ગેરકાયદેસર રીતે આ ગીતોમાંથી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ મ્યુઝિક કંપની ટિપ્સે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે અને વરૂણની ફિલ્મ 5 જૂને રિલીઝ થઈ શકે છે કે નહીં.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Chunari Chunari Song Copyright Case - Varun Dhavan Film



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વરૂણ ધવનની ફિલ્મ મુશ્કેલીમાં! ‘ચુનરી’ ગીતને લઈને મેકર્સ સામે ₹400 કરોડનો કેસ

  • 29-05-2026
  • Admin
  • ઈરાનની ચેતવણી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને હવે નહીં મળે મફત સેવા
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 30 મે 2026: શનિવારે શનિ ભગવાનની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 29-05-2026
    • Gujju News Channel
  • રોકાણકારો માટે સુવર્ણ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સે દરેક ફેઝમાં કમાવ્યો 20%+ વાર્ષિક નફો
    • 29-05-2026
    • Gujju News Channel
  • Rishabh Pant એ છોડી લખનઉની કમાન! Lucknow Super Giants એ ટ્વિટ કરીને કર્યો મોટો ખુલાસો
    • 29-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?
    • 28-05-2026
    • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
    • 28-05-2026
    • Gujju News Channel
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું ક્વોલિફાયર-૨ માં જોવા મળશે વૈભવનું તોફાન? ગુજરાત સામે આ ૩ મોટા રેકોર્ડ ધ્વસ્ત કરવા મેદાને ઉતરશે આ વિસ્ફોટક ઓપનર!
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us