
જમ્મુ કાશ્મીરમાં આવેલા પુરને લીધે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. જેના લીધે યમુના નદીમાં આવેલા પુરના પાણી દિલ્હી(Delhi)માં ઘુસ્યા છે. કાશ્મીરી ગેટ, આઈટીઓ જેવા વિસ્તારો બાદ હવે સિવિલ લાઈન્સ સુધી પુરનું પાણી પહોંચી ગયું છે. યમુના(Yamuna River)નું જળસ્તર 208.46 મીટરે પહોંચતાં, પુર(Flood)નું પાણી દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની ખૂબ નજીક આવી ગયું છે. મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલું છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સીએમ આવાસ ઉપરાંત સચિવાલયમાં પણ પાણી પહોંચી ગયું છે. તો બીજી તરફ સનલાઈટ કોલોની વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. બુધવારે જ 45 વર્ષનો રેકોર્ડ તોડીને યમુનાએ દિલ્હીમાં તબાહીના સંકેત આપ્યા છે. ગુરુવારે સવાર સુધીમાં પાણી 208.46 મીટરે પહોંચી ગયું હતું. આ સાથે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પુરના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. પૂરના કારણે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે, જ્યારે યમુના કિનારે આવેલી કોલોનીઓ પાણીમાં ગરકાવ થઈ છે. જેને લીધે હજારો લોકોએ જીવ બચાવવા માટે કેમ્પમાં ભાગવું પડ્યું હતું. મયુર વિહાર ફેઝ વન, વજીરાબાદ, ખજુરી, રાજઘાટ જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ડઝનબંધ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. દિલ્હીના જેતપુર વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી પહોંચી ગયા છે. યમુના કિનારે આવેલા NCRના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
દિલ્હીની યમુના નદીમાં આવેલા પૂરમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુનામાં બે દિવસ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. 40 વર્ષીય મનોજ સોમવારે મંડાવલી વિસ્તારમાં યમુના કિનારે શાકભાજી વેચવા ગયો હતો. બુધવારે તેનો મૃતદેહ સરાય કાલે ખાન વિસ્તારમાં યમુનામાંથી મળી આવ્યો હતો. સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશને મનોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એઈમ્સમાં રાખ્યો છે. મનોજ સરાઈકલે ખાન ફ્લાયઓવર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Kejarival) લોકોને પૂરગ્રસ્ત(Flood Area) વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે અને એકબીજાને મદદ કરવાની પણ અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હવે પાણી 208.46 મીટરે પહોંચી ગયું છે. જળસ્તર વધવાને કારણે યમુનાની આસપાસના રસ્તાઓ પાણીમાં આવી ગયા છે. તમને આ માર્ગો પર ન જવા વિનંતી છે. જ્યાં પાણી છે ત્યાં વસ્તીવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યાં રહેતા લોકોને વહીવટીતંત્રને સહકાર આપવા અનુરોધ કરાયો છે. લોકોનો જીવ બચાવવો સૌથી મહત્વપૂર્ણ છે. તમામ દિલ્હીવાસીઓને આ કટોકટીમાં દરેક શક્ય રીતે એકબીજાને સહકાર આપવાની અપીલ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Delhi Weather News