IPLમાં ચોગ્ગા-છગ્ગા પર નાચતી ચીયરલીડર્સ કેટલી કમાણી કરે છે ? એક મેચની ફી જાણી ચોંકી જશો
IPL ના રંગીન માહોલમાં ચીયરલીડર્સ દર્શકોનું મનોરંજન વધારતા મહત્વપૂર્ણ ભાગ છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગા સાથે તેમનો ડાન્સ ક્રિકેટને વધુ રસપ્રદ બનાવે છે. પરંતુ આ ગ્લેમર પાછળ તેમની કમાણી, સુવિધાઓ અને મહેનત વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ તેમની એક મેચની ફી કેટલી છે.
IPL માં Cheerleaders ચીયરલીડર્સ માટે કોઈ નક્કી પગાર Earning માળખું નથી. તેમની આવક મુખ્યત્વે ફ્રેન્ચાઇઝી પર આધારિત હોય છે. વિવિધ ટીમો તેમના બજેટ મુજબ અલગ-અલગ ફી આપે છે, જેના કારણે દરેક ટીમની ચુકવણીમાં તફાવત જોવા મળે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ચીયરલીડર્સને સૌથી વધુ સેલરી આપતી ટીમ છે. KKRની ચીયરલીડર્સને પ્રતિ મેચ અંદાજે ₹24,000 થી ₹25,000 મળે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર જેવી ટીમો પણ પાછળ નથી અને લગભગ ₹20,000 સુધી ચૂકવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ચીયરલીડર્સને સરેરાશ ₹17,000 આપે છે, જ્યારે પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો ₹12,000 થી ₹15,000 વચ્ચે ફી આપે છે. આ રકમ મેચ પ્રમાણે બદલાય છે. મેચ ફી સિવાય પણ ચીયરલીડર્સને વધારાની કિંમત પણ મળે છે. ટીમ જીતે તો ₹3,000 સુધીનું બોનસ મળે છે. ઉપરાંત, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને પ્રમોશનલ કાર્યક્રમો માટે ₹5,000 થી ₹12,000 સુધી કમાણી થાય છે.

પ્લેઓફ સહિત એક આખી સિઝન દરમિયાન ચીયરલીડર્સ ₹2.5 લાખથી ₹5 લાખ સુધી કમાઈ શકે છે. આ આવકમાં બોનસ અને અન્ય ઈવેન્ટ્સનો પણ સમાવેશ થાય છે, જે તેમની કુલ કમાણી વધારવામાં મદદ કરે છે.

ખાસ વાત એ છે કે તેમનો મોટાભાગનો ખર્ચ પણ ફ્રેન્ચાઇઝી જ ઉઠાવે છે. ફાઇવ-સ્ટાર હોટલમાં રહેવું, ફ્લાઇટ ટિકિટ, ભોજન અને સુરક્ષા જેવી સુવિધાઓ મફત હોય છે, જેના કારણે તેમની કમાણી લગભગ સંપૂર્ણ બચત બની જાય છે. ચીયરલીડર બનવું સરળ નથી. આ માટે સિલેકશન પ્રક્રિયા પાસ કરવી પડે છે. રશિયા, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોના પ્રોફેશનલ ડાન્સર્સ અહીં કામ કરે છે, જોકે હવે ભારતીય ડાન્સર્સની માંગ પણ ઝડપથી વધી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2026 Cheerleaders Earning - આઈપીએલ ચીયરલીડર્સ પગાર સેલેરી
