• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

09:52 PM March 23, 2026 Gujju News Channel Share on WhatsApp

અમદાવાદના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. કેટલાક વાહનચાલકો આવનારા સમયમાં પેટ્રોલના ભાવ વઘી જશે અથવા પેટ્રોલ નહીં મળે તેવા ડરથી લાઈનોમાં ઉભા રહી ગયા છે.



અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે આ પરિસ્થિતિ ફક્ત અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કર્યું છે. જોકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP)ના કંપનીના પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, તેમની પાસે હાલમાં ઓઈલનો સ્ટોક છે અને 24 કલાક પેટ્રોલ-ડીઝલ મળશે.


► પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો


અમદાવાદના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. કેટલાક વાહનચાલકો આવનારા સમયમાં પેટ્રોલના ભાવ વઘી જશે અથવા પેટ્રોલ નહીં મળે તેવા ડરથી લાઈનોમાં ઉભા રહી ગયા છે. કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ના હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર પ્રસર્યો છે. હાલમાં અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો વારો આવે તેવી લાઇનો લાગી ગઈ છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો છે.


► લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ 


અમદાવાદમાં પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારો અને ઇંધણની અછતની અફવાઓ વચ્ચે સત્ય સામે આવ્યું છે. સપ્લાય ચેઈનમાં ટેકનિકલ વિલંબને કારણે કેટલીક જગ્યાએ અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


► PM મોદીએ શું કહ્યું ?


આજે લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ દ્વારા મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ, ગેસ, ખાતરો અને વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ ભારતમાં પહોંચે છે. ઈઝરાયલ, અમરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવર અત્યંત પડકારજનક બની ગઈ છે. તેમ છતાં અમારી સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો ગંભીર રીતે વિક્ષેપિત ન થાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો કર્યા છે. તેમણે નોંધ્યું હતું કે, જેમ આપણે બધા જાણીએ છીએ દેશ તેની LPG જરૂરિયાતોના 60% આયાત કરે છે. પુરવઠામાં અનિશ્ચિતતાને કારણે સરકારે સ્થાનિક LPG ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. ત્યાં જ સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. પુરવઠા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સરળતાથી ચાલુ રહે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , petrol pump cue for petrol soltage in gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા

  • 09-05-2026
  • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel
  • ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના
    • 06-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us