
Married Women Career Options: લગ્ન પૂર્વે સ્ત્રીઓ ઘરની બહાર જઈને કોઈપણ કામ કરી શકે છે. પરંતુ લગ્ન બાદ ઘરની જવાબાદારીઓ સાથે બહાર જઈને કામ કરવાનું ઘણી મહિલાઓને પરવડતું નથી. ત્યારે આજે ઘણી મહિલાઓ પોતાના પરિવારને ફાઈનાન્સિઅલ મદદ કરવા માટે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસને કામ કરવાનું શોધતી રહે છે. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક કરિયર વિશે જણાવવાના છીએ, જેની મદદથી તમે ઘરે બેસીને સારી કમાણી કરી શકો છો.
સ્ત્રીઓને અન્નપૂર્ણાનો અવતાર કહેવાય છે. જો તમારા હાથમાં પણ આવો સ્વાદનો સ્વાદનો જાદૂ હોય અને તમે સારું જમવાનું બનાવી શકો, તો તમે ઘરેથી જ ટિફિન સર્વિસ શરુ કરી શકો છો. ટિફિન સર્વિસની મદદથી તમે ઘરે રહીને જ સારી કમાણી મેળવી શકો છો. આ માટે તમારે માર્કેટમાં ટિફિન સર્વિસ માટે કિચન શરૂ કરવાની કોઈ જરૂર નથી. માત્ર એક ફોનની મદદથી અને આજૂબાજૂ તમારા કોન્ટેક્ટ લગાવીને ટિફિન સેવા શરૂ કરી શકો છો. અને અન્ય લોકો કરતા ટિફિનના 5-10 રૂપિયા ઓછા રાખવાથી તમારો બિઝનેસ વધારે ચાલશે.
તમે તમારા શોખને બિઝનેસમાં બદલી ઘરે બેઠા અઢળક કમાણી કરી શકો છો. આ માટે તમારે તમારા પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનું રહેશે. જેમ કે તમે પિયાનો વગાડી શકતા હોય, સારૂ પેન્ટિંગ કરી શકતા હોય અથવા તો યોગમાં પારંગત હોય, ગરબા સારા આવડતા હોય, ભરતકામ, સીવણકામ સારુ આવડતું હોય તો તમે ઘરે બેઠા તેના ક્લાસીસ દ્વારા પૈસા કમાઈ શકો છો. સાથે જ તમે ડિજિટલ યુગમાં ઓનલાઇન ટીચિંગ પણ કરી શકો છો.
ઘણા વર્ષોથી ફ્રિલાન્સ કન્ટેન્ટ રાઇટિંગનું ક્ષેત્ર અનેક લોકોનું સૌથી પસંદગીનું ફિલ્ડ બની ચૂક્યું છે. આ માટે તમારી પાસે અંગ્રેજી, હિન્દી તેમજ તમારી સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ભાષાના જ્ઞાનની મદદથી તમે ઘરે બેઠા કોઈ વેબસાઈટ, મેગેઝીન અથવા સમાચાર પત્ર માટે કન્ટેન્ટ લખીને કમાણી કરી શકો છો.
આધુનિક સદીમાં ટેક્નોલોજીનો વિસ્તાર વધતો જાય છે, તેમ ઓનલાઇન સેલિંગનું નેટવર્ક પણ વિસ્તરી રહ્યું છે. જો તમને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં રસ છે અને તમે શણગાર તેમજ અન્ય વસ્તુઓ બનાવી શકો છો, તો તમે ઘરે બેઠા આર્ટ એન્ડ ક્રાફટના ફિલ્ડમાં કામ કરીને પૈસા કમાઈ શકો છો. જે બાદ તમે તેને ઈ-કોમર્સ વેબસાઈટ પર તેમજ સોશ્યલ મીડિયા પર તેને વેચીને દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો.
શિક્ષણ લોકોની જરૂરીયાત બની ગઈ છે. એવામાં સરકારી શિક્ષકોની સાથે આજે ટ્યુશન ટીચરની આવક પણ ઊંચી થઈ ગઈ છે. જો તમે ટીચિંગ જાણતા હોવ તો ઘરે બેઠા કોઈ વિષય ભણાવીને તમે સારી કમાણી કરી શકો છો. આ ફિલ્ડમાં તમારે વધુ સમય પણ નથી ફાળવવો પડતો અને સાથે કમાણી પણ વધુ કરી શકાય છે.
આજકાલ સારૂ દેખાવું કોને ન ગમે ? આજની મહિલાઓ અંદાજીત એક મહિનામાં 2-3 વાર બ્યુટીપાર્લરની મુલાકાત લેતી જ હોય છે. એવામાં તમે ઘરે બેઠા જ બ્યુટીપાર્લરની શરૂઆત કરી શકો છો. પરિણીત સ્ત્રીઓ માટે આ ઓપ્શન સૌથી વધુ પોપ્યુલર છે. આ માટે તમારે માત્ર એક કોર્સ કરવાનો રહેશે, જે બાદ તમે ઘરે એક નાનું પાર્લર શરુ કરી શકો છો. ત્યાર બાદ ભવિષ્યમાં તમે આ પ્રોફેશનને વિસ્તરી પણ શકો છો. અને મોટા અનુભવ બાદ મોટા પાર્લરમાં પણ તબદીલ કરી શકો છો.
જો તમે ફેશન સેન્સ ધરાવો છો, તો તમે ઘરેથી બૂટિકનો વ્યવસાય પણ શરુ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ફેશન ડિઝાઇનિંગનો એક શોર્ટ ટર્મ કોર્સ કરવો પડશે. જે બાદ તમે બૂટિકનો બિઝનેસ કરીને સારી કમાણી કરી શકો છો. અથવા તમે ડિઝાઈનર બ્લાઉઝ, ડ્રેસ, કુર્તા સહિતના અનેક પોષાકો બનાવીને ઓનલાઈન અને ઓફલાઈન વેચી શકો છો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - business for married woman