• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ

કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ

07:17 PM March 17, 2026 Gujju News Channel Share on WhatsApp

સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વહેલું આગમન થયું છે. પ્રથમ દિવસે 200 બોક્સની આવક નોંધાઈ, જેના મુહૂર્તના બોક્સ રૂ. 2500 થી રૂ. 5500માં વેચાયા. કિલોદીઠ ભાવ રૂ. 251 થી રૂ. 551 રહ્યા. આ વર્ષે કેરી 8 દિવસ વહેલી આવતા સારા ઉત્પાદનની આશા છે. આગામી સમયમાં આવક વધશે.



Gondal market yard Kesar Keri : સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્રુટ માર્કેટિંગ યાર્ડ પૈકી એક એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની શાન અને ફળોના રાજા 'કેસર કેરી'નું આગમન થયું છે. જેમાં 10 કિલો કેસર કેરીના બોક્સનો ઊંચો ભાવ રૂ. 5500, જ્યારે નીચો ભાવ રૂ. 2500 રહ્યો હતો. ગીર પંથકની મીઠી કેસર કેરીની આવક શરૂ થતાં જ વેપારીઓ અને ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે.


► ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન


ગોંડલ યાર્ડમાં કેસર કેરીની પહેલી આવક નોંધાઈ છે, જેમાં ગીર ગઢડાના જસધાર, કંટાળા અને મોતીસર ગામના ખેડૂતો કેસર કેરીના આશરે 200 થી 250 જેટલા બોક્સ વેચાણ અર્થે લઈને આવ્યા હતા. યાર્ડમાં આવેલી ગણેશ ફ્રુટ નામની પેઢીમાં આ માલની ઉઘાડી હરાજી કરવામાં આવી હતી.


► 1 કિલો કેસર કેરીનો રૂપિયા 551 ભાવ


હરાજીમાં કેસર કેરીના સારા ભાવ બોલાયા હતા. 10 કિલો કેસર કેરીના બોક્સનો ઊંચો ભાવ 5500 રૂપિયા બોલાયો હતો, જ્યારે નીચો ભાવ 2500 રૂપિયા રહ્યો હતો. જો પ્રતિ કિલોના ભાવની વાત કરીએ તો, કેસર કેરી 251 થી લઈને 551 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. 


► સારા-પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી  


ગોંડલના સ્થાનિક વેપારીઓએ આ પ્રથમ અને મોંઘીદાટ કેરીની ખરીદી કરી હતી. વેપારીઓના મતે કેરીની ગુણવત્તા ખૂબ જ સારી અને ખાવાલાયક હોવાથી તેમને પૂરો સંતોષ છે. બીજી તરફ ખેડૂતોને તેમના માલનો પૂરતો અને સારો ભાવ મળતા તેઓમાં પણ ભારે રાજીપો જોવા મળ્યો છે.


► ગત વર્ષ કરતા સિઝન વહેલી શરૂ થઈ


વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન 8 દિવસ વહેલા થયું છે. જોકે, ભાવની દૃષ્ટિએ દર વર્ષ કરતા આ વખતે પ્રતિ કિલોએ આશરે રૂપિયા 50 જેટલો ભાવ ઓછો જોવા મળ્યો છે. જોકે, આ વર્ષે આવક વધવાની સાથે જ આગામી દિવસોમાં કેરીના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે


► આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા 


ગોંડલ યાર્ડ કેસર કેરીના વેચાણ માટેનું મુખ્ય મથક હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે. હાલમાં રોજના 200 જેટલા બોક્સની આવક થઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં તાલાલા અને ગીર પંથકમાંથી કેરીની આવકમાં વધુ ઉછાળો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gondal market yard Kesar Keri - કેસર કેરીનું આગમન



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us