રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે, જેના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

18 માર્ચે કચ્છ, દ્વારકા અને મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વધતી ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા લોકો માટે થોડો રાહતકારક બની શકે છે. પરંતુ સાથે સાથે ખેડૂતો માટે ચિંતાનું કારણ પણ બની શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કમોસમી વરસાદની આગાહી - Forcast of Gujarat
