Bussiness Idea : હાલ તમામ ક્ષેત્રોમાં કોમ્પિટિશન વધી ગઈ છે. એવામાં આઉટ ઓફ ધ બોક્સ વિચારીને અને જેમે વધારે કોમ્પિટિશન ન હોય તેવા બિઝનેસ કરવા લોકો શોધી રહ્યા હોય છે. એવામાં આજે અમે તમને એવી જ ફ્રેગરન્સ ઈન્ડસ્ટ્રી અંગે માહિતી આપવાના છીએ. જેમાં કરોડો રૂપિયા કમાવવાની તક સર્જાઈ શકે છે. ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે, જે વિવિધ સેન્ટને પરફ્યુમ અને આફ્ટરશેવ લોશન જેવા ઉત્પાદનોમાં રીસર્ચ, ડેવલપ અને ઈન્ટિગ્રેટ કરે છે. લોકો સારા દેખાવા તેમજ પોતાની પાસે સારી સુંગધ આવે તેના પર ખાસ ધ્યાન આપે છે. ફ્રેગરન્સ ઈન્ડસ્ટ્રી(Fragrance Industry)ના વ્યવસાયોએ એવા ઉત્પાદનો બનાવવા જોઈએ કે જેમાં સારી સુગંધ આવે અને આધુનિક ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરી શકે. આ ઈન્ડસ્ટ્રી વિવિધ કરિયરની તકો પણ ઓફર કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં કરિયર શા માટે બનાવવું જોઇએ તેને લઈને અમુક કારણો આપવામાં આવ્યા છે.
દેશનો ફ્રેગરન્સ અને ફ્લેવર ઉદ્યોગ દર વર્ષે અંદાજીત 12 ટકા સાથે વૃદ્ધિ પામે છે અને ત્રણથી ચાર વર્ષમાં તે 5.2 અબજ ડોલરને સ્પર્શે તેવી સંભાવના છે, તેવું ફ્રેગ્રન્સ ઉદ્યોગની ટોચની સંસ્થાએ જણાવ્યું હતું. ફ્રેગરન્સ એન્ડ ફ્લેવર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ( એફએએફએઆઈ)ના પ્રમુખ રિષભ કોઠારીએ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગની વૃદ્ધિ ગ્રાહકોની વધતી માંગને અનુરૂપ છે. કોઠારીએ જણાવ્યું હતું કે, "દેશમાં ફ્રેગ્રેન્સ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. દેશમાં ઉદ્યોગનું હાલનું કદ 3.7 બિલિયન ડોલર છે"
ફ્રેગરન્સ ઈન્ડસ્ટ્રી ડાયનેમિક અને પરીવર્તનશીલ, વિવિધ વિકસતિ ટેક્નોલોજીના ફાયદા, ટકાઉ પ્રેક્ટિસ અને કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ ધરાવે છે. આ એવા પ્રોફેશનલ્સ માટે એક ઉત્તેજક અને નવીન વાતાવરણ બનાવે છે, જેના લીધે ફ્રેગરન્સ ડેવલપમેન્ટનો ઉદ્યોગ ટોચ પર રહે છે. ફ્રેગરન્સની સતત વધતી જતી માંગને કારણે આ ઈન્ડસ્ટ્રી અસંખ્ય તકો પૂરી પાડે છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો માટે ગ્રાહકોની માંગને પહોંચી વળવા અને સુગંધના વિશિષ્ટ અનુભવો પ્રદાન કરવાની તકો છે જે તેમને આકર્ષિત કરે છે. કારણ કે ગ્રાહકો માટે પર્સનલ ઇમેજ અને સેલ્ફ એક્સ્પ્રેશન વધુ મહત્વપૂર્ણ હોય છે. તમારી પાસે એવી એક પ્રકારની સુગંધ સર્જવાની તક છે જે લાગણીઓને પ્રેરિત કરે, કોઇ વાર્તા કહે અને ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રોફેશનલ તરીકે લોકોના જીવનને ઊંડી અસર કરે.
ફ્રેગરન્સ ઈન્ડસ્ટ્રી ગ્લોબલ પ્લેગ્રાઉન્ડ પ્રદાન કરે છે, કારણ કે સુગંધ તમામ સરહદો અને સંસ્કૃતિઓથી આગળ વધે છે. જ્યારે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, ત્યારે તમે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે જોડાણ કરી શકો છો. વિવિધ બજારો સાથે જોડાઈ શકો છો અને વિશ્વભરમાંથી વિવિધ પ્રકારની સુગંધ શોધી શકો છો.
ફ્રેગરન્સ ટ્રેન્ડ એનાલિસ્ટ્સ ઉભરતી ફ્રેગરન્સના ટ્રેન્ડને ઓળખવા માટે બજારના વલણો, ગ્રાહકોની પસંદગીઓ અને ટેક્નોલૉજિકલ સફળતાઓ પર બાજ નજર રાખે છે. તેઓ ફ્રેગરન્સ કંપનીઓને લાભદાયી તકો પૂરી પાડે છે, જે તેમને બજારની અપેક્ષાઓને પૂર્ણ કરતી નવી ફ્રેગરન્સનું સર્જન કરવામાં મદદ કરે છે. ફ્રેગરેન્સ સેન્સરી સાયન્ટિસ્ટ મનુષ્યને કેવી સુગંધ ગમે છે અને તેમની માનસિક અસરોને જુએ છે તેનું રીસર્ચ કરે છે. તેઓ સેન્સરી મૂલ્યાંકન કરે છે, ગ્રાહકોના પ્રતિભાવોની તપાસ કરે છે અને પરફ્યુમ્સ બનાવવામાં મદદ કરે છે.
ફ્રેગરેન્સ કેમિસ્ટ નવી ફ્રેગરન્સના નિર્માણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કેમેસ્ટ્રીમાં સારું જ્ઞાન ધરાવવા ઉપરાંત ઘટકો, એક્સ્ટ્રેક્શ તકનીકો અને નિયમનકારી આવશ્યકતાઓ વિશે પણ ઘણું જ્ઞાન ધરાવતા હોય છે. આ વ્યાવસાયિકો નવી સુગંધની ફોર્મ્યુલેશન્સ વિકસાવવા અને પહેલેથી હાજર છે, તેને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફ્રેગરન્સ રીસર્ચર નવા સેન્ટ કમ્પાઉન્ડ્સ, એક્સ્ટ્રેક્શન ટેક્નિક્સ અને ફ્રેગરન્સ ટેક્નોલોજી એક્સપ્લોર કરે છે અને વિકસાવે છે. તેઓ કેમિસ્ટ અને પરફ્યુમર્સ સાથે નોંધપાત્ર રીતે સંકળાયેલા છે, વૈજ્ઞાનિક સંશોધન કરે છે અને ઇન્ડસ્ટ્રીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા ડેટાનું એનાલિસીસ કરે છે.
સુંગધીદાર કેમિકલ્સ બનાવવું તે એક કળા છે. આવી કળાના જાણકારને પર્ફ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. જે નવી સુગંધ બનાવવામાં એક્સ્પર્ટ છે. તેઓ સામાન્ય રીતે કેમિકલ્સ, સેન્ટ અને ફ્રેગરન્સ બ્લેન્ડિંગની કળાની ઊંડાણપૂર્વકની સમજ ધરાવે છે. કોસ્મેટિક અને સુગંધિત કોર્પોરેશનો ખાસ કરીને પર્ફ્યમર્સની ભરતી કરે છે અથવા તેઓ સલાહકાર તરીકે તેમની જાતે જ કામ કરી શકે છે. ફ્રેગરન્સ ઈવેલ્યુએટર ફ્રેગરન્સ બનાવવામાં અને તેને એક્ઝામિન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે, તેઓ વિવિધ સુગંધની ક્વોલિટી, માર્કેટેબિલિટી, અસરકારકતા ચકાસે છે. ઈન્સ્પેક્શન, ટેસ્ટિંગ, સેમ્પલ્સનું એનાલિસીસ અને ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસેસ તૈયાર કરવાનું કામ ક્વોલિટી કન્ટ્રોલ સ્પેશ્યાલિસ્ટનું હોય છે.
ગ્રાહકો સામે ફ્રેગરન્સ આઇટમ્સને કેવા પેકેજીંગમાં પ્રસ્તુત કરવી તે ફ્રેગરન્સ પેકેજીંગ ડિઝાઇનર્સ નક્કી કરે છે. તેઓ આકર્ષક અને યુનિક પેકેજ તૈયાર કરે છે. બજારમાં નવા સુગંધિત ઉત્પાદનને રીલીઝ કરવાની આખી પ્રક્રિયાનું સંચાલન કરવાની નિર્ણાયક જવાબદારી ફ્રેગરન્સ પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજરો પર આવે છે. તેઓ ઉત્પાદકો, માર્કેટિંગ ટીમો, પેકેજ ડિઝાઇનર્સ અને પરફ્યુમર્સ સાથે મળીને સફળતાપૂર્વક સર્જન, ઉત્પાદન અને નવા સેન્ટને ઈન્ટ્રોડ્યુસ કરે છે. તેઓ મુખ્યત્વે પર્યાવરણીય અને સામાજિક રીતે જવાબદાર સેન્ટ ગુડ્સ અને પ્રેક્ટિસિસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે સસ્ટેઈનેબલ ફ્રેગરન્સ ઈન્ડસ્ટ્રી(Fragrance Industry)માં પ્રાધાન્ય મેળવે છે. તેઓ ઉત્પાદનો અને પેકેજિંગ પર્યાવરણને કેવી રીતે અસર કરે છે, તેનું મૂલ્યાંકન કરવાની સાથે ટકાઉ સોર્સિંગ શક્યતાઓ પર પણ ધ્યાન આપે છે અને સમગ્ર ક્ષેત્રમાં ટકાઉપણાનું ધ્યાન રાખે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bussiness Idea