• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...

શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...

09:40 AM July 11, 2023 admin Share on WhatsApp



સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 18 જૂલાઈથી થવા જઈ રહી છે. આ વર્ષે એક અધિક શ્રાવણ માસ આવી રહ્યો છે. એવામાં આ સમય શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે સનાતન ધર્મમાં પ્રકૃતિને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે આ પવિત્ર શ્રાવણ મહિનામાં કેટલાક વૃક્ષો અને છોડો ઉછેરો છો, તો ભગવાન ભોલેનાથની સાથે સાથે માતા લક્ષ્મી પણ તમારા પર કૃપાળુ નજર રાખીને તમારા પર આશિર્વાદ વરસાવે છે.

આ વર્ષે એટલે કે 2023માં શ્રાવણ મહિનો વધુ ખાસ બનવાનો છે કારણ કે 19 વર્ષ પછી શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસ એક સાથે આવી રહ્યા છે. શ્રાવણના આ શુભ મહિનામાં કેટલાક એવા વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી ભોલેનાથની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

આંકડાના છોડથી સુખ અને સમૃદ્ધિ આવશે

આંકડાનો છોડ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવની પૂજામાં આંકડાના ફૂલોને વિશેષ રીતે ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ આંકડાના છોડને શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં લગાવો છો તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ધતુરાના છોડથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે

ધતુરાનો છોડ પણ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી પણ વ્યક્તિ વિશેષ ફળ પ્રાપ્ત કરે છે. બીજી તરફ જો તમે શ્રાવણ મહિનામાં ધતુરાનો છોડ ઘરમાં લગાવો છો તો ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થાય છે. સાથે જ તે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

બિલીપત્રથી વાસ્તુ દોષ દૂર થાય

બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શિવલિંગ પર બિલીપત્ર અવશ્ય ચઢાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ છોડને શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવવાથી ધનની કમી દૂર થાય છે. તેની સાથે જ બિલીપત્રથી વાસ્તુ દોષનો પણ અંત આવે છે.

તુલસીમાં મા લક્ષ્મીનો વાસ 

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તુલસીનો છોડ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. શ્રાવણમાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - sawan 2023



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્રદૂષણનો કેર, AQI 441 પર પહોંચતાં જ GRAP-4 લાગુ, કન્ટ્રક્શન સહિત આ ચીજો પર પ્રતિબંધ

  • 13-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 ડિસેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-12-2025
    • Gujju News Channel
  • ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો
    • 13-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-12-2025
    • Gujju News Channel
  • IPL 2026 Auction Live Streaming: IPL 2026 મીની ઓક્શન માટે ફેન્સમાં ઉત્સાહ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    • 11-12-2025
    • Gujju News Channel
  • ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની સમયમર્યાદા લંબાવી
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-12-2025
    • Gujju News Channel
  • પાઇલટ બનવા માટે 12મા ધોરણ પછી શું કરવું પડશે ? જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે
    • 08-12-2025
    • Gujju News Channel
  • Shortage Of Men: આ દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષોની ભારે અછત, પતિને ભાડેથી લેવાના દિવસો આવી ગયા
    • 08-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us