Marriage Registration Rules: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે
Marriage Registration Rules In Gujarat : લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે ગુજરાત સરકારે નવા નિયમ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે વર વધુએ માતાપિતાનું ડિક્લેરેશન આપવાનું રહેશે.
Marriage Registration Certificate Rules In Gujarat : ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન થયા બાદ જ 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે. અહીં લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા અને માન્ય દસ્તાવેજ વિશે સંપૂર્ણ વિગત આપી છે.

• વર, વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
• વર અને વધુનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપ્તર
• લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા
• વર, વધુ અને સાક્ષીના બે - બે પાસપોર્ટ ફોટા
• વર- વધુની લગ્ન વિધિનો ફોટો
• મેરેજ સર્ટિફિકેટની અરજી સાથે વર - વધુ એ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે તેનું ડિક્લેરેશન
• માતા પિતાના આધાર કાર્ડ
• પિતાનું પુરું નામ
• પિતાના ઘરના સરનામાંની વિગત
• પિતાનો મોબાઇલ નંબર
• માતાનું પુરું નામ
• માતાનો મોબાઇલ નંબર
• માતાના સરનામાંની વિગત
લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની અરજી માટે બંને પક્ષકાર વર - વધુ અને બે સાક્ષીઓની સહી સાથે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપેલા ઓળખના પુરાવા જેવા કે - ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
પ્રત્યેક લગ્ન નોંધણીની અરજીની આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો -I (આઈ) મુજબ વિગત અને દસ્તાવેજો સાથે રજૂ કરવાનો રહેશે.
મેરેજ સર્ટિફિકેટ માટે અરજી મળ્યા બાદ આસિસ્ટન્ટ રજસ્ટ્રાર કામકાજના 10 દિવસની અંદર વર - વધુના માતાપિતાને જાણ કરશે. આ જાણકારી ઇલેક્ટ્રોનિક કે રૂબરૂ રીતે આપવામાં આવશે.(સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી મળ્યા બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. સંતોષજનક નિયમ પાલન અને પુરતી ખાતરી થયા બાદ આ રજિસ્ટ્રાર સમક્ષ પેટા નિયમો ( 1 થી 7)માં દર્શાવ્યા મુજબ 30 દિવસ સમાપ્ત થયા બાદ લગ્ન નોંધણી કરવામાં આવશે.
રજિસ્ટ્રાર આ તમામ વિગતો સરકારના ઓનલાઇન પોર્ટલ ઉપર અપલોડ કરશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યૂમ સહિતની વિગતો અપલોડ કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફોર્મ - 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપ્તર વ્યક્તિગત કે પોસ્ટ દ્વારા પક્ષકારો સુધી પહોંચડવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Marriage Registration Certificate Rules In Gujarat : કોર્ટ મેરેજ કરવા માટે નવા નિયમો, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર - લવ મેરેજ સર્ટિફિકેટ મેળવવા ક્યા ડોક્યુમેન્ટ જોઈશે ?
