• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....

આ 3 કારણથી શેર બજાર અચાનક થયું ક્રેશ, સેન્સેંક્સ 800 પોઈન્ટ તો નિફટી 365 પોઈન્ટ તૂટ્યો....

07:01 PM February 19, 2026 Gujju News Channel Share on WhatsApp

આજે ગુરુવારના દિવસે શેરમાર્કેટની શરૂઆતતો સારી રહી પરંતુ અચાનક જ મોટો કડાકો શેરમાર્કેટમાં આવ્યો છે. સેન્સેક્સમાં 800 અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો આવ્યો છે.



Stock Market Crash : ભારતીય શેરમાર્કેટમાં આજે સામાન્ય કરતાં મોટો કડાકો જોવા મળ્યો હતો. BSE Sensexમાં 829 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે 83,065ની સપાટીએ પહોંચી ગયો. દિવસ દરમિયાન 800 પોઈન્ટથી વધુનું ગાબડું પડતા રોકાણકારોમાં ચિંતા ફેલાઈ હતી. વૈશ્વિક બજારોની નબળાઈ અને વેચવાલીના દબાણને કારણે માર્કેટમાં અસ્થિરતા જોવા મળી હતી. તે જ રીતે Nifty 50માં પણ 194 થી 200 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો અને ઈન્ડેક્સ 25,625-25,626ની આસપાસ બંધ રહ્યો. બેંકિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં વેચવાલી વધુ જોવા મળી, જેના કારણે બજારમાં નકારાત્મક માહોલ રહ્યો. રોકાણકારો હવે આવનારા વૈશ્વિક સંકેતો અને આર્થિક આંકડાઓ પર નજર રાખી રહ્યા છે.


► નિફટી 350 તો સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ નીચે આવ્યો


શેરબજાર આજે ફરી એકવાર ક્રેશ થયું હતું. (Stock Market Crash)અઠવાડિયાના ચોથા કારોબારો દિવસ ગુરુવારે તેજી સાથે ગ્રીન ઝોનમાં માર્કેટ ખૂલ્યા પછી અચાનક તેના બંને ઇંડેક્સ સંપૂર્ણ રીતે તૂટી પડ્યા. Bombay Stock Exchangeના 30 શેર વાળું સેન્સેક્સ (BSE Sensex) 800 પોઈન્ટ તૂટીને તે 83000 ના લેવલથી નીચે આવી ગયું તો બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ નો નિફ્ટી પણ (NSE Nifty)પણ 200 પોઈન્ટ તૂટયો. અચાનક શેરમાર્કેટમાં આવેલા કડાકા પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે.


► પહેલું કારણ: નફો-બુકિંગ


લાંબા સમયથી ચાલી રહેલી અસ્થિરતા બાદ શેરબજારમાં છેલ્લા ત્રણ સત્રોથી સતત તેજીનો માહોલ જોવા મળ્યો હતો. રોકાણકારોમાં વિશ્વાસ વધતા બજાર ઉપરની દિશામાં આગળ વધી રહ્યું હતું. પરંતુ ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત સાથે જ ભારે નફા-બુકિંગ શરૂ થયું. જેના કારણે બજાર પર દબાણ વધ્યું. પરિણામે BSE Sensex અને Nifty 50 બંને સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો અને બજાર ક્રેશ જેવી પરિસ્થિતિમાં આવી ગયું.


► બીજું કારણ: IT શેરો પર દબાણ હેઠળ FPIનું વેચાણ


શેરબજારમાં ખાસ કરીને આઈટી સેક્ટરમાં AI સંબંધિત ઉત્સાહમાં ઘટાડો જોવા મળી રહ્યું છે. NSDLના આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ આ મહિનાના પ્રથમ 15 દિવસમાં આશરે 10956 કરોડના આઈટી શેરોમાંથી બહાર નીકળ્યા છે. આ વેચવાલીના કારણે આઈટી કંપનીઓમાં તેમની હોલ્ડિંગમાં અંદાજે 16%નો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક માંગમાં અનિશ્ચિતતા અને AI સંબંધિત અપેક્ષાઓમાં બદલાવને કારણે રોકાણકારો વધુ સાવચેત વલણ અપનાવી રહ્યા છે.


► ત્રીજું કારણ: અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ


શેરબજારમાં આવેલા કડાકા પાછળનું ત્રીજું મહત્વપૂર્ણ કારણ વૈશ્વિક સ્તરે વધતો તણાવ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીનેઅમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા રાજકીય તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારો પર પડી છે. આ પરિસ્થિતિને કારણે રોકાણકારોની ભાવના નબળી પડી છે અને શેરબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. આ તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ તેજી નોંધાઈ છે. ગુરુવારે Brent Crudeના ભાવમાં 1 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો અને તે પ્રતિ બેરલ 71 ડોલરને વટાવી ગયા હતા. અગાઉના ટ્રેડિંગ સેશનમાં પણ તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ઊર્જા ખર્ચ વધવાની ચિંતાએ બજારમાં અસ્થિરતા વધારી છે.


► આ 10 શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો


શેરબજારમાં થયેલા ભારે કડાકા વચ્ચે સૌથી વધુ ઘટાડો કેટલાક મોટા શેરોમાં નોંધાયો હતો. BSE Sensexના લાર્જકેપ કેટેગરીના 30માંથી 29 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ક્વોલિટી વોલમાં અંદાજે 5%નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટ્રેન્ટમાં 3.20%, ઇન્ડિગોમાં 2.60% અને M&Mમાં 2.30% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ શેરોમાં પણ નબળાઈ સ્પષ્ટ જોવા મળી હતી. પર્સિસ્ટન્ટમાં 4.10%, પેટીએમમાં 3.50%, હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 3.40% અને ડિક્સનમાં 2.50%નો ઘટાડો નોંધાયો હતો. સાથે જ સ્મોલકેપ કેટેગરીમાં કોહાન્સમાં 4% અને IIFLમાં 3% સુધીની ગિરાવટ સાથે બજારમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહ્યું હતું.


(DISCLAIMER - બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, gujjunewschannel.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Stock Market Crash 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us