• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Bhavnath Fair 2026 : મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેક્નોલૉજીનો અદ્દભૂત સંગમ, ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય લેસર શૉ યોજાયો

Bhavnath Fair 2026 : મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેક્નોલૉજીનો અદ્દભૂત સંગમ, ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય લેસર શૉ યોજાયો

08:57 PM February 13, 2026 Gujju News Channel Share on WhatsApp

'જય ગિરનારી', 'ૐ નમઃ શિવાય', 'ૐ', ત્રિશૂળ ડમરૂ શંખ વગેરે પ્રતિકૃતિઓ ટેકનોલોજીના માધ્યમથી થતી તાદ્રશ્ય, શ્રદ્ધાળુઓ ભવ્ય નજારો નિહાળી મંત્રમુગ્ધ



Bhavnath Fair 2026 : ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ મહાશિવરાત્રીના મેળામાં ટેકનોલોજીનો પણ નવો આયામ જોવા મળી રહ્યો છે, મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીના સંગમરૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરૂ આકર્ષણ જમાવ્યું છે.મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે, તેમાં ભાવિકોલક્ષી નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે.


Junagadh Bhavnath Fair 2026


ભવનાથ મંદિર ખાતે લેસર શો દ્વારા આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભવ્ય અને રંગબેરંગી 'જય ગિરનારી', 'ૐ નમઃ શિવાય', 'ૐ' ઉપરાંત તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રકાશની ગતિશીલતા સાથેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે. આ લેસર શોની એવી રીતે ગોઠવણ થઈ છે કે, ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાનું જે શિવલિંગના આકાર સાથે ભવન બનેલું છે, તેના પર આ લેસર શો દ્રષ્ટિગોચર થાય છે. જે ભવનાથ મંદિરને વધુ દિવ્યતા પણ બક્ષે છે.


Junagadh Bhavnath Fair 2026


આ સંદર્ભમાં પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, ભવનાથ મહાદેવના મંદિરમાં અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે, જે ભાવિકોમાં ભક્તિભાવ સાથે આકર્ષણ પણ જન્માવે છે, જેમાં મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર લેસર શોનું આયોજન થયું છે, જે નિહાળી ભવનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ એક અનોખો અનુભવ લઈને જાય છે.


ટેકનોલોજીના માધ્યમથી થતા આ લેસરમાં Gobo - Go Between Optics લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી શિવજીના જુદા જુદા રૂપો, ત્રિશૂળ સહિતની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી રહી છે. ADVERTISEMENT તેમણે એમ પણ કહ્યું કે, ભવનાથ મંદિર પર ૫૫ કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ રવેડીમાં આવતા હોય તેવું એક એક કાલ્પનિક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે પણ ભાવિકોને ખૂબ પસંદ પડ્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Junagadh Bhavnath Fair 2026 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રવાસીઓને લઈ જતું ક્રુઝ ડૂબ્યું, 4 લોકોના મોત, ઘણા લાપતા

  • 30-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-04-2026
    • Gujju News Channel
  • 1 મેથી બદલાઇ જશે આ નિયમો : LPG સિલિન્ડરથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી થશે મોંઘી
    • 29-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 એપ્રિલ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-04-2026
    • Gujju News Channel
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો
    • 28-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us