• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું : સગીરાના પિતાને કહ્યું, 'તમારી છોકરીને મારી નાખી છે'

અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું : સગીરાના પિતાને કહ્યું, 'તમારી છોકરીને મારી નાખી છે'

09:08 PM February 12, 2026 Gujju News Channel Share on WhatsApp

Ahmedabad Crime News: કાંકરિયામાં પ્રોમિસ ડેની રાત્રે ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. મંગેતરે પ્રેમિકાના માથા પથ્થર મારીને નિર્મમ હત્યા કરી દીધી. સગાઈ તોડવાની વાતે યુવકે હત્યા કરી દીધી.



અમદાવાદના કાંકરિયા લેક પાસે પ્રોમિસ ડેની રાત્રે એક ચોંકાવનારો હત્યાકાંડ બન્યો છે. એક 17 વર્ષની સગીર યુવતીની તેના જ મંગેતરે પથ્થર મારીને નિર્મમ હત્યા કરી દીધી. પથ્થરથી માથું છુદીને યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે જ યુવતીના પિતાને ફોન કર્યો અને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થયો. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મોહમ્મદ ઉવૈશ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. સગાઈ તોડવાની વાત પર મોહમ્મદ ઉવૈશ પઠાણે પોતાની મંગેતરની હત્યા કરી દીધી.


► કાંકરિયા લેકના ગેટ પાસે બની ઘટના


પ્રોમિસ ડેની રાત્રે અંદાજે 10:30 વાગ્યાની આસપાસ કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે આ ઘાતકી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મોહમ્મદ ઉવૈશ પઠાણે ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીર યુવતીને કાંકરિયા લેક પાસે મળવા બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ કોટા સ્ટોનની ધારદાર અણીવાળી જગ્યાનો ઉપયોગ કરી યુવતીની ઘાતકી હત્યા કરી દીધી. ચોંકાવનારી બાબત એ છે કે યુવતીને માથામાં પથ્થર મારીને હત્યા કર્યા પછી આરોપી ઉવૈશે યુવતીના પિતા નાસીરભાઈને ફોન કર્યો. ફોન પર તેણે કહ્યું કે, "તમારી બેબીને મારી નાંખી છે. હું પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યો છું." ત્યારબાદ ઉવૈશ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસને હત્યાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી લીધી.


► એક દિવસ પહેલાં જ તોડી નાખી હતી સગાઈ


પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સગીર યુવતી અને આરોપી મોહમ્મદ ઉવૈશ વચ્ચે ચાર-પાંચ મહિના પહેલાં સગાઈ નક્કી થઈ હતી. પરંતુ ઉવૈશનો સ્વભાવ ઉગ્ર હતો અને તેનો વ્યવહાર સારો ન હોવાથી યુવતી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હતી. મૃતકે એક દિવસ પહેલાં જ ઉવૈશ સાથે સગાઈ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતથી શંકા રાખીને આરોપીએ સગીરાને મળવા બોલાવી આ ખૂની પગલું ભર્યું. માહિતી પ્રમાણે, મૃતક સગીરા ગોમતીપુર વિસ્તારમાં રહેતી હતી. આરોપી મોહમ્મદ ઉવૈશ પઠાણ વટવાના સૈયદવાડી વિસ્તારમાં રહે છે અને ફ્રિજ રિપેરિંગનું કામ કરે છે. મૃતકના પિતા નાસીરભાઈ દીકરીની હત્યાથી આઘાતમાં છે. તેમણે આરોપીને મોતની સજા મળે તેવી માંગ કરી છે.


► પોલીસે શરૂ કરી તપાસ


મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે FSL ટીમની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધમાં નિષ્ફળતા બાદ હિંસા તરફ વળવાના સમાજમાં વધતા કિસ્સાને ઉજાગર કર્યા છે. પ્રોમિસ ડે પર આવી નિર્મમ હત્યાથી સમગ્ર શહેર હચમચી ગયું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad crime news - lover murder his fiancee on promise day



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us