આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
Dhurandhar 2 Teaser: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ફાઇનલી રીલીઝ થયું છે. Dhurandhar 2 નું teaser આજે રિલિઝ થયું છે અને ઈન્ટરનેટ પર વાયરલ પણ થઈ રહ્યું છે.
Dhurandhar 2 Teaser : હમઝાના મિશનને આગળ વધારતી વાતને લઈને મચ અવેટેડ ફિલ્મ ઓફ ધ યર એટલે કે Dhurandhar 2 નું ટીઝર આજે રીલીઝ થઈ ગયું છે અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આજે ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ દ્વરા પહેલા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું અને teaser રિલીઝ કરીને ફેન્સની આતુરતામાં વધારો કર્યો છે. આ ફિલ્મની બીજો ભાગ વાત મહિને એટલે કે 19 માર્ચ 2026 ના રોજ રીલીઝ થશે.
Dhurandhar પરત 1 આવ્યો ત્યારથી ફેન્સ પરત 2 ની રાહ જોઈને બેઠા છે અને 5 ડિસેમ્બરના રીલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી છે. ધુરંધર પાર્ટ 1 બોક્સ ઓફિસ પર 1300 કરોડથી વધારે બિઝનેસ કરી ચૂકી છે અને હાલમાં જ આ ફિલ્મને OTT પર રીલીઝ કરવામાં આવી છે. જ્યાં આ ફિલ્મે ભારતમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી છે ત્યાં OTT રીલીઝ પછી આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ ધૂમમચાવી રહી છે. આ મૂવીના માહોલ વચ્ચે મેકર્સે આજે ટીઝર રીલીઝ કરીને ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે.
Dhurandhar 2 નું ટીઝર આજે 12:12 વાગ્યે રીલીઝ કરવામાં આવ્યું હતું. અને રીલીઝ થતાંની સાથે જ ફેન્સ વચ્ચે વાયરલ થઈ ગયું છે. આખા ઈન્ટરનેટ પર હાલ ધુરંધર 2 ના ટીઝરની ચર્ચા થઈ રહી છે. પણ ફેન્સને થોડી નિરાશા પણ મળી છે. જે excitement ધુરંધર પાર્ટ 2 માટે હતું તેમાં થોડા ફેન્સ અપસેટ થયા છે કારણ કે ટીઝરમાં તેમને કશું નવું જોવા મળ્યું નથી. Dhurandhar 2 માં સ્ટોરી આગળ તો વધે છે રહેમાન ડકેટ પછી હમઝા હવે લ્યારીનો નવો બાદશાહ છે તો સાથે જસકીરત સિંહ રંગી કેવી રીતે હમઝા બને છે તે વાત પણ આ ફિલ્મમાં ઉકેલાશે. ફિલ્મમાં એકલ દૉકલ સીનની ઝલક છે અને ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જો કે ફિલ્મમાં ભરપૂર એક્શન છે. પણ ફિલ્મનો ચાર્મ અક્ષય ખન્નાને ફેન્સ આ પાર્ટમાં મિસ જરૂર કરશે. આ ફિલ્મ 19 માર્ચ 2026 ના રોજ રીલીઝ થશે.
Dhurandhar 2 નું ફોકસ હમઝાના પાકિસ્તાનના સિક્રેટ મિશન પર હશે અને તેની સાચી ઓળખ વિશે પણ જાણ થશે કે કોણ છે જસકીરત સિંહ રંગી? અને અજય સન્યાલે તેને કેમ હમઝા બનાવીને પાકિસ્તાન મોકલાયો અને શું છે આ મિશન? જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મ પહેલા ભાગ કરતાં 50 ગણી બધુ રોમાંચક હશે. આ ફિલ્મના ટીઝરમાં આર. માધવન, સંજય દત્ત અને રણવીર સિંહ નજર આવ્યા છે. ફિલ્મમાં રાકેશ બેડી અને સારા અર્જુન પણ નજર આવી શકે છે.
આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે પહેલા જ પાર્ટમાં બોક્સ ઓફિસ પર તબાહી મચાવી છે. ત્યારે 60 દિવસ પછી પણ લોકોમાં હજુ આ ફિલ્મને લઈને ઉત્સાહ છે. આ મૂવીએ ઈન્ડિયામાં 893 કરોડની કમાણી કરી છે અને વર્લ્ડ વાઈડ 1353 કરોડ કમાયા છે. રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ફિલ્મ આ બની છે. ત્યારે હવે બીજા ભાગમાં રણવીર બાજી મારશે કે કેમ તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dhurandhar 2 Teaser Release
