એનસીપી પ્રમુખ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું. આ અકસ્માત બાદ તપાસની માંગ પણ તીવ્ર બની છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું. અકસ્માત બાદ ચોક્કસ પાંચ સવાલો ઉભા થઈ રહ્યા છે, જેનો જવાબ આપવો જરૂરી છે.
Ajit Pawar Plane Crash : એનસીપી પ્રમુખ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ દુખી છે. આ અકસ્માત બાદ તપાસની માંગ પણ તીવ્ર બની છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું, તેમાં કોણે બેદરકારી દાખવી હતી. હાલ તો અધિકારીઓ કોઈ એક કારણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી, આવી સ્થિતિમાં અકસ્માત બાદ ચોક્કસ પાંચ સવાલો ઉભા થઈ રહ્યા છે, જેનો જવાબ આપવો જરૂરી છે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે લેન્ડિંગ સમયે વિમાનમાં કોઇ સમસ્યા આવવાના કારણે વિમાન ક્રેશ થયું હતું. પરંતુ હજુ સુધી તે જાહેર કરવામાં આવ્યું નથી કે લેન્ડિંગ અચાનક કેવી રીતે નિષ્ફળ ગયું. એવા કયા કારણો હતા કે જેણ લેન્ડિંગને ફેલ કરી દીધું.
અહેવાલ છે કે અજિત પવારના વિમાનને એક નહીં પરંતુ બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે કે પહેલી વખત જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હતી ત્યારે ફરીથી પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બીજા પ્રયાસમાં વિમાન ક્રેશ થયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેન જે સમયે લેન્ડિંગ થવાનું હતું ત્યારે ઓછી વિઝિબિલિટીએ મુશ્કેલી વધારી દીધી હતી. પરંતુ આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બધું ખૂબ જ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, તો આવા સમયે ઓછી વિઝિબિલિટી વાળી વાત ક્યાં સુધી સાચી છે?
જો ઓછી વિઝિબિલિટી વાળી વાત માની લેવામાં આવે તો પછી બીજો મોટો પ્રશ્ન ઉભો થાય છે. ઓછી વિઝિબિલિટી હતી તો લેન્ડિંગનું જોખમ શા માટે ઉઠાવ્યું હતું? ક્યાંક બીજે લેન્ડિંગની તૈયાર કરવામાં કેમ ના આવી.
અજિત પવાર જે વિમાન સાથે મુસાફરી કરી રહ્યા હતા, 2023માં તેનું બીજું એક વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. જોકે તે અકસ્માતમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષા પર ત્યારે પણ પ્રશ્નો ઉભા થયા હતા. આવી સ્થિતિમાં અજિત પવારને મંજૂરી કેવી રીતે આપવામાં આવી?
નિવૃત્ત પાઇલટ એહસાન ખાલિદે પીટીઆઈને જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે રનવેને કારણે આ અકસ્માત થયો હતો. પરંતુ હા, જો રનવેમાં ILS (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) અથવા અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ હોત જે ઓછી દૃશ્યતાની સ્થિતિમાં પાઇલટને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકત, તો આ અકસ્માત ટાળી શકાયો હોત અને જીવ બચાવી શકાયા હોત." તેમણે ઉમેર્યું, "રિપોર્ટ કરેલી વિઝિબિલિટી મધ્યમ હતી, એટલે કે તે ખૂબ સારી કે ખૂબ નબળી નહોતી, અને તે એટલી નબળી નહોતી કે ડાયવર્ઝનની જરૂર પડે. તે એવી નહોતી જેને આપણે સંપૂર્ણપણે ઓછી વિજિબિલિટીની ઉડાન સ્થિતિ કહીએ, જેમ કે સ્વચ્છ આકાશ."
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ajit Pawar Plane Crash Details and expert view
