• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • વાંધાજનક હાલતમાં DGP રેન્કના એક અધિકારીનો વીડિયો વાયરલ, પોલીસની વર્દીમાં કરી અશ્લીલ હરકતો

વાંધાજનક હાલતમાં DGP રેન્કના એક અધિકારીનો વીડિયો વાયરલ, પોલીસની વર્દીમાં કરી અશ્લીલ હરકતો

08:50 PM January 19, 2026 Gujju News Channel Share on WhatsApp

બેંગલુરુના DGP રેન્કના એક અધિકારીના વાયરલ વીડિયોએ કર્ણાટક માં હંગામો મચાવી દીધો છે. જેમાં આ IPS ઓફિસર ચાલુ ડ્યુટીએ સરકારી ચેંબરમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતો જોવા મળે છે.



બેંગલુરુના DGP રેન્કના IPS અધિકારી ડૉ. રામચંદ્ર રાવના વાયરલ વીડિયોથી આખું કર્ણાટક હચમચી ગયું છે. આ વીડિયોમાં IPS અધિકારી ફરજ પર હોય ત્યારે સરકારી ઓફિસમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરતો જોવા મળે છે. સિક્રેટ રીતે રેકોર્ડ કરાયેલા આ ફૂટેજમાં અધિકારી મહિલાને ગળે લગાવતા અને કિસ કરતો દેખાય છે. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ  વિભાગ તરફથી વિગતવાર બ્રીફિંગ લીધું છે. આ વીડિયો જોયા બાદ મુખ્યમંત્રી ગુસ્સામા છે. જેમાં સિવિલ રાઈટ એન્ફોર્સમેન્ટ અમલીકરણ નિયામકના મહાનિર્દેશક તરીકે ફરજ બજાવતા ડૉ. રામચંદ્ર રાવે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.


► પોલીસ વિભાગમાં શિસ્તને લઈ ગંભીર સવાલો !


આ વાયરલ વીડિયોએ પોલીસ વિભાગમાં શિસ્ત અને નૈતિક ધોરણો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેમાં મહિલાઓ અલગ અલગ સમયે આ અધિકારીની ઓફિસની મુલાકાત લેતી હતી દરેક વખતે અલગ અલગ કપડાંમાં જોવા મળી હતી. આ અંગે કોઈ મહિલાઓ સાથે બળજબરી થઇ હોય તેવો કોઈ આરોપ નથી. તેમ છતાં ફરજ દરમિયાન સરકારી ચેમ્બરમાં આ પ્રકારનું વર્તન એક સીનીયર પોલીસ અધિકારીની ગરિમાને છાજે તેવું નથી મનાતુ.


► વીડિયો વાયરલ થતા હંગામો મચ્યો


આ ઘટના સામે આવતા હંગામો મચી ગયો છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુસ્સામાં છે અને રાજકીય વર્તુળો અધિકારી સામે શિસ્તના કડક કે કાનૂની કાર્યવાહીની ચર્ચા કરી રહ્યા છે. ગોલ્ડ સ્મગલિંગ કેસના મુખ્ય આરોપી રાણ્યા રાવના પિતા હોવાના લીધે આ વિવાદ વધુ વકર્યો છે. આ અંગે સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, "હવે અમે આ મામલાની તપાસ કરીશું. મને આજે સવારે આ અંગે જાણ થઇ છે. ત્યાર બાદ તેમની સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારી ગમે તેટલા સીનીયર હોય પરંતુ કોઈ પણ કાયદાથી ઉપર નથી. જો અનુશાસનમાં કોઈ ક્ષતિ જોવા મળશે તો તેની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."


► વીડિયોમાં છેડછાડ કરાઈ હોવાનું DGPનું નિવેદન


આ વિવાદમાં DGP રામચંદ્ર રાવે જણાવ્યું કે, તેમને બદનામ કરવા માટે આ વીડિયોમાં છેડછાડ કરવામાં આવ્યો છે. તેમને દાવો કર્યો હતો કે, અમુક લોકો તેમને જાણી જોઈને હેરાન કરવા આવું કરી રહ્યા છે. DGP રામચંદ્ર રાવે એક જગ્યાએ જણાવ્યું કે, આ વીડિયોને સંપૂર્ણ રીતે મોર્ફ કરીને તેમને નિશાન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે. સરકાર હવે આ વીડિયોની અસલીયત અને અનુશાસનહીનતાના આરોપોની તપાસ કરી રહી છે. વહીવટીતંત્ર હાલમાં આ વીડિયોની અસલીયત ચેક કરવા પર ફોકસ કરી રહ્યું છે. સાર્વજાનિક રીતે આ વીડિયોની ખુબ આલોચના થઇ રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



🚨 Jailed actor Ranya Rao’s stepfather, DGP Ramachandra Rao, under probe over alleged inappropriate conduct in Karnataka police station.

The officer DENIES all allegations, claiming the matter is part of a conspiracy. pic.twitter.com/aAkZ5rf8xD

— Kushal Sharma (@KushalSharma_89) January 19, 2026

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે, પરેશ ગોસ્વામીની આગાહી - ગુજરાતમાં માવઠાની પણ શક્યતા

  • 19-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-01-2026
    • Gujju News Channel
  • વાંધાજનક હાલતમાં DGP રેન્કના એક અધિકારીનો વીડિયો વાયરલ, પોલીસની વર્દીમાં કરી અશ્લીલ હરકતો
    • 19-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જાન્યુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-01-2026
    • Gujju News Channel
  • Appleના સૌથી સ્લિમ iPhone પર સૌથી મોટી છુટ, ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં મળી રહ્યુ છે મોટુું ડિસ્કાઉન્ટ!
    • 18-01-2026
    • Gujju News Channel
  • બબીતાજીએ પ્રેમ-લગ્ન પર કહી આ મોટી વાત, મુનમુન દત્તાએ અંગત જીવન અને પોતાના ગ્લેમર વિશે પોડકાસ્ટમાં શું જણાવ્યું ? જાણો....
    • 18-01-2026
    • Gujju News Channel
  • Gold Price Today : સોનાના ભાવમાં આજે ફરી થયો મોટો વધારો, ચાંદીનો ભાવ પણ ઉછળ્યો, જાણો કિંમત
    • 18-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 જાન્યુઆરી 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-01-2026
    • Gujju News Channel
  • Pregnancy Test :પ્રેગનેન્સી છે કે નહિં તે ક્યારે ચેક કરીએ તો પરફેક્ટ રિઝલ્ટ મળે? જાણો
    • 17-01-2026
    • Gujju News Channel
  • સામાજિક કુરિવાજો પર પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું?
    • 17-01-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us