મહાદેવનું એલૌકિક મંદીર: જ્યાં પાપમાંથી મુક્તિ મળ્યાનું મળે છે સર્ટીફિકેટ...
ભગવાન ભોલેનાથના મહિમા વિશે ભાગ્યે જ કોઈક અજાણ હશે ! મહાદેવનો મહિમા અપરંપાર છે. શિવજી સ્વભાવના ખુબ જ દયાળુ છે. જે ભક્ત તેમના સાચા દિલથી તેમની પૂજા કરે છે. તેના પર હંમેશા તેમની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. આપણા દેશમાં ભગવાન શિવજીના ઘણા મંદિર આવેલા છે અને આ બધા મંદિર કોઈને કોઈ ચમત્કાર સાથે જોડાયેલા છે. બધા શિવ મંદિરની પોતાની એક અલગ અલગ વિશેષતા છે. જેના લીધે તે દુનિયા ભરમાં પ્રસિદ્ધ છે. બધા લોકોની એવી ઈચ્છા હોય છે કે ભગવાન શિવજીની કૃપા હંમેશા તેમના પર બની રહે અને જીવનના તમામ પાપ અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે. ભગવાન શિવજીના તમામ મંદિરોની માન્યતાઓ જુદી છે અને આ મંદિરોની અંદર ભક્તોની વિશાળ માત્રામાં ભીડ જોવા મળે છે.
પરંતુ આજે અમે તમને એવા શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં શિવ ભક્તો પાપમાંથી મુક્તિ મેળવે છે. કદાચ તમે પણ એવું વિચારી રહ્યા હશો કે એવું વળી ક્યું મંદિર છે જ્યાં પાપમાંથી મુક્તિ મળે છે. પરંતુ એક એવું શિવ મંદિર આવેલ છે જ્યાં લોકો પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે જાય છે અને ત્યાં તેમને પાપમાંથી મુક્તિ મેળવ્યાંનું સર્ટિફિકેટ પણ આપે છે.
તમે બધાએ સારા કાર્ય, શિક્ષણ અને સ્પર્ધા માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હશે. પરંતુ આજે આપણે જે શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે એકમાત્ર એવું મંદિર છે જ્યાં પાપની સ્વતંત્રતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હા, આ અદભૂત અને અજોડ મંદિર લોકોને પાપના મુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હકીકતમાં રાજસ્થાનનું આ શિવ મંદિર, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તે શિવ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢમાં આવેલું છે. આ મંદિરને ગૌતમેશ્વર શિવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિરના આંગણામાં મૌક્ષ દૈની કુંડ આવેલ છે. જેમાં ભક્તો સ્નાન કરે છે અને ત્યારબાદ પૂજારી પાપ મુક્તિનું પ્રમાણપત્ર આપે છે. અહીંના સ્થાનિકો કહે છે કે લોકો આ મંદિરની અંદર પ્રમાણપત્ર લેવા માટે દુર દૂર થી આવે છે. એવા લોકો કે જેમણે અજાણતા થી પાપ કર્યું છે અથવા તો તેઓને તેમના પાપી કાર્યોને લીધે સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આ મંદિરમાં આવે છે અને મંદિરમાં રહેલ કુંડમાં ડૂબકી લગાવે છે અને પૂજારી પાસેથી મુક્તિનું પ્રમાણપત્ર મેળવે છે.
તમે બધાએ સારા કાર્ય, શિક્ષણ અને સ્પર્ધા માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હશે. પરંતુ આજે આપણે જે શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે એકમાત્ર એવું મંદિર છે જ્યાં પાપની સ્વતંત્રતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હા, આ અદભૂત અને અજોડ મંદિર લોકોને પાપના મુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હકીકતમાં રાજસ્થાનનું આ શિવ મંદિર, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તે શિવ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢમાં આવેલું છે. આ મંદિર ને ગૌતમેશ્વર શિવ મંદિર ના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિરના આંગણામાં મૌક્ષ દૈની કુંડ આવેલ છે. જેમાં ભક્તો સ્નાન કરે છે અને ત્યારબાદ પૂજારી પાપ મુક્તિનું પ્રમાણપત્ર આપે છે. અહીંના સ્થાનિકો કહે છે કે લોકો આ મંદિરની અંદર પ્રમાણપત્ર લેવા માટે દુર દૂર થી આવે છે. એવા લોકો કે જેમણે અજાણતા થી પાપ કર્યું છે અથવા તો તેઓને તેમના પાપી કાર્યોને લીધે સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આ મંદિરમાં આવે છે અને મંદિરમાં રહેલ કુંડમાં ડૂબકી લગાવે છે અને પૂજારી પાસેથી મુક્તિનું પ્રમાણપત્ર મેળવે છે.
હવે ઘણા લોકોને એ પણ સવાલ થશે કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ ? તેની માન્યતા શું છે ? તો ચાલો તમને એ પણ જણાવી દઈએ. માન્યતા મુજબ એકવાર ગૌતમ ઋષિ પર ગૌ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન તે પ્રતાપગઢ માં આવેલ આ મંદિરના સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતાં. આ સરોવરમાં સ્નાન કર્યા બાદ ગૌતમ ઋષિ ને ગૌ હત્યા ના કલંક માંથી છુટકારો મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ જે પણ લોકોએ આ ગૌતમેશ્ચર મંદિરના કુંડમાં સ્નાન કર્યું છે તે બધા લોકોએ પાપોમાંથી મુક્તિ મેળવી છે.
પૌરાણિક કથા અનુસાર, સપ્ત ઋષિઓમાંના એક ગૌતમ ઋષિને પણ ગૌહત્યા માટે કલંકિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ દોષથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય ન મળ્યો તો તેણે આવીને આ કુંડમાં સ્નાન કર્યું, જેના કારણે તેને ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મળી. માન્યતા અનુસાર જેમ ગૌતમ ઋષિ આ મંદાકિની કુંડમાં સ્નાન કરીને મુક્ત થયા હતા, તેવી જ રીતે અહીં સ્નાન કરવાથી ભક્તોના તમામ પાપ ધોવાઈ જાય છે.
રાજસ્થાનના પ્રતાપગઢ થઈને આ મંદીરે પહોંચવા માટે બાય રોડ તમારે ઉદયપુરથી 145 કિમી થશે. બાંસવાડાથી 85 કિમી. મંદસૌરથી 32 કિમીનો રસ્તો થશે. અહીં સુધી પહોંચવા માટે કોઈ રેલવે સુવિધા કે ફ્લાઈટની સુવિધા નથી. તમારે સૌથી નજીકના સ્થળ એવા ઉદયપુરથી જવાનું રહેશે. ત્યાથી લોકલ ટેક્સી અથવા લોકલ ટ્રાન્સપોર્ટેશનની મારફતે ત્યાં પહોંચવાનું રહેશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - mahadev temple shivji temple