વસંત પંચમી ક્યારે છે 23 કે 24 જાન્યુઆરી? જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મંત્ર
Basant Panchami 2026 Date : વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે
Vasant Panchami 2026 Date : વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તહેવાર વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 23 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. આવો તારીખ શુભ મુહૂર્ત અને મંત્ર જાણીએ.
મહા સુદ પાંચમની તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 02:29 વાગ્યે શરૂ થશે. તે 24 જાન્યુઆરીએ સવારે 01.45 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 23 જાન્યુઆરી 2026ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે.
વૈદિક કેલેન્ડર અનુસાર સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7:13 થી બપોરે 12:34 સુધી છે.
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારુપણે સંસ્થિતા. નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
ૐ ઐમે હ્રિમ શ્રિં વાગદેવૈ સરસ્વત્યૈ નમઃ
ૐ અર્હં મુખ કમલ વસિની પાપાત્મ ક્ષયમ્કારી
વદ વદ વાગ્વાદિની સરસ્વતી એ હ્રી નમઃ સ્વાહા
ૐ ઐ સરસ્વત્યૈ નમઃ
ૐ વાગદૈવ્યૈ ચ વિહ્મહે કામરાજાય ધીમહિ. તન્નો દેવી પ્રચોદયાત.
સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરુપિણી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Vasant Panchami 2026 Date - Vasant Panchami Mantra Jap In Gujarati
