બીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડે સંયમિત બેટિંગ અને અસરકારક બોલિંગના આધારે ભારતને હરાવી સિરીઝને 1-1 થી બરાબર પર કરી છે. આ જીતથી શ્રેણી વધુ રોમાંચક બની છે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બુધવારે રમાયેલા બીજા વનડેમાં ભારતીય ટીમે જીતની સારી સ્થિતિ હોવા છતાં મેચ ગુમાવી દીધી. રાજકોટમાં રમાયેલા બીજા વનડેમાં ભારતીય ટીમની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ ભારે પડી. ડેરિલ મિચેલના નાબાદ શતક અને વિલ યંગની શાનદાર અર્ધશતકી પારીના દમ પર ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ત્રણ મેચોની વનડે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે સિરીઝનો નિર્ણાયક મુકાબલો 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ભારતીય બોલિંગ અને ફિલ્ડિંગમાં થયેલી ભૂલોનો ન્યૂઝીલેન્ડે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 285 રનના લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધો. આ હાર સાથે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વનડે સિરીઝ હવે 1-1થી સમાન સ્તરે આવી ગઈ છે, જેને કારણે ઇન્દોરમાં રમાનાર ત્રીજો અને છેલ્લો વનડે નિર્ણાયક બની ગયો છે.
મેચની શરૂઆત ન્યૂઝીલેન્ડ માટે સંયમિત રહી હતી. ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણાએ ડેવોન કોનવેને 16 રને બોલ્ડ કરીને ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. થોડા સમય બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ હેનરી નિકોલ્સને 10 રને પ્લેડ ઑન કરાવ્યો અને કિવી ટીમ 46 રને બે વિકેટ ગુમાવી ચૂકી હતી. શરૂઆતમાં ભારતીય બોલિંગ અસરકારક લાગી, પરંતુ ત્યારબાદ મેદાન પર રમતનો દોર બદલાયો.
વિલ યંગ અને ડેરિલ મિચેલ વચ્ચેની ભાગીદારીએ મેચ ન્યૂઝીલેન્ડ તરફ વાળી દીધી. બંનેએ ધીરજપૂર્વક બેટિંગ કરી અને સ્કોરને સતત આગળ ધપાવ્યો. 23મા ઓવરમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 100ને પાર કરી ગયો. આ દરમિયાન ભારતીય ટીમને મહત્વપૂર્ણ તકો મળી, પરંતુ ફિલ્ડિંગમાં થયેલી ભૂલોએ મેચનો પાસો પલટાવી દીધો. કુલદીપ યાદવના ઓવરમાં ડેરિલ મિચેલ રનઆઉટમાંથી બચી ગયા અને ત્યારબાદ તેમનો કેચ પણ છૂટી ગયો, જ્યારે તેઓ 82 રને બેટિંગ કરી રહ્યા હતા. વિલ યંગ 87 રનની શાનદાર પારી બાદ આઉટ થયા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મેચનો પાયો મજબૂત કરી ચૂક્યા હતા. બીજી તરફ ડેરિલ મિચેલ એક છેડે અડગ રહ્યા અને 96 બોલમાં પોતાનું શતક પૂર્ણ કર્યું. તેમની શાંત અને નિયંત્રિત ઇનિંગ્સ સામે ભારતીય બોલરો બેબસ દેખાયા. અંતે ન્યૂઝીલેન્ડે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો અને 7 વિકેટથી જીત નોંધાવી.
આ પહેલા ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો શરૂઆત બહુ ધીમી રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ બંને શરૂઆતમાં સંઘર્ષ કરતા નજરે પડ્યા. છ ઓવર પછી ભારતનો સ્કોર માત્ર 18 રન હતો. ત્યારબાદ બંનેએ ગતિ વધારી અને પાવરપ્લે પૂરું થતાં સ્કોર 57 સુધી પહોંચ્યો. રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયા, જ્યારે શુભમન ગિલે 47 બોલમાં પોતાની અર્ધશતકી પૂરી કરી અને અંતે 56 રન બનાવી પેવેલિયન પરત ફર્યા. મિડલ ઓવર્સમાં ભારતને ઝડપી ઝટકા લાગ્યા. શ્રેયસ અય્યર માત્ર 8 રન બનાવી આઉટ થયા અને ત્યારબાદ વિરાટ કોહલી 23 રને બોલ્ડ થયા. એક સમયે ભારત 118 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને દબાણમાં હતું. આવા સમયે કે.એલ. રાહુલે એક છેડે મોરચો સંભાળ્યો અને ઇનિંગ્સને સ્થિરતા આપી.
રવિન્દ્ર જાડેજા સાથે રાહુલે મહત્વપૂર્ણ ભાગીદારી કરી, પરંતુ જાડેજા 27 રન બનાવી આઉટ થયા. ત્યારબાદ નીતીશ રેડ્ડી સાથેની ભાગીદારીમાં રાહુલે સ્કોરને આગળ ધપાવ્યો. નીતીશ રેડ્ડી 20 રન બનાવી આઉટ થયા, પરંતુ ત્યાં સુધી ભારત સન્માનજનક સ્થિતિમાં પહોંચી ગયું હતું. અંતિમ ઓવર્સમાં રાહુલે પોતાનું શતક પૂર્ણ કર્યું, જે 19 ઇનિંગ્સ બાદ આવ્યું હતું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
