• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Amarnath Yatra : હવામાન બગડતા અમરનાથ યાત્રા સતત બીજા દિવસે સ્થગિત...

Amarnath Yatra : હવામાન બગડતા અમરનાથ યાત્રા સતત બીજા દિવસે સ્થગિત...

01:52 PM July 08, 2023 admin Share on WhatsApp



જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં સતત વરસાદ અને હીમવર્ષાને લીધે અમરનાથ યાત્રા (Amarnath Yatra 2023) ગઈકાલથી સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સવારથી સતત વાતાવરણ બગડતા બીજા દિવસે પણ યાત્રા સ્થગિત રહી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપતા કહ્યું, "ખરાબ હવામાનને કારણે, યાત્રા સતત બીજા દિવસે બંને માર્ગો - પહેલગામ અને બાલતાલ પર સ્થગિત રહી છે. શનિવારે સવારે કોઈ પણ ભક્તને અમરનાથ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે જમ્મુથી યાત્રાળુઓના કોઈ નવા જથ્થાને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી. વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે આ હાઈવે બ્લોક થઈ ગયો છે. અગાઉ, કાશ્મીરમાં ઘણી જગ્યાએ વરસાદને કારણે, અમરનાથ યાત્રા શુક્રવારે બંને માર્ગો પર સ્થગિત કરવામાં આવી હતી અને તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પ પર રોકી દેવામાં આવ્યા હતા.

amarnath temple photo

આ પણ વાંચો :


• શ્રાવણ માસમાં કયા મંત્રના જાપથી પ્રસન્ન થશે મહાદેવ, તમારી રાશી અનુસાર કરો આ મંત્રના જાપ...

• મહાભાગ્યોદયનો બની રહ્યો છે યોગ, આ ત્રણ રાશિના જાતકોની કિસ્મત ખુલશે...

► ખીણ વિસ્તારમાં હવામાન ખરાબ

આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું હતું. જો કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'ખીણમાં યાત્રા સ્થગિત કરવા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રીઓના નવા જથ્થાને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી.'

► હવામાન નોર્મલ થતા યાત્રા ફરી શરૂ થશે

યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કર્યા પછી પહેલગામ બેઝ કેમ્પ પર ભીડને ટાળવા માટે શુક્રવારે 4,600 યાત્રાળુઓનો સમૂહ રામબન જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંદ્રકોટ ખાતે રોકાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે અને રસ્તામાં આશ્રય લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવામાન સુધર્યા બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. હાલ એકપણ યાત્રીઓને અમરનાથ મંદીર (Amarnath Temple) તરફ જવા માટે મંજૂરી આપવામાં આવતી નથી. 

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news - Amarnath Yatra News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us