
દેશમાં ચોમાસાની સિઝન ભરપુર જામી છે. તે વચ્ચે હવામાન વિભાગે પણ દેશના કેટલાક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરી છે. મોટાભાગના રાજ્યમાં હાલમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા રહ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે ત્યાં હવે વરસાદ પણ જીનજીવન માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદને કારણે (IMD) હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો હવામાન વિભાગ દ્વારા અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
દિલ્હીમાં આજે (8 જુલાઈ) પણ વરસાદ પડી રહ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં આજે પણ આકાશ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હીમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે આજના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. IMD અનુસાર, આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવતીકાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગે લખનઉમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે અહીં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. નોઈડામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. અહીં લઘુત્તમ તાપમાન ઘટીને 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી આવી શકે છે.
આ ઉપરાંત હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે ગુજરાત, કોંકણ અને ગોવા, કર્ણાટક, કેરળ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, વિદર્ભ, દક્ષિણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી-NCR, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આપને જણાવી દઈએ કે, બે દિવસ અહાઉ દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ખાબકેલા વરસાદના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ગોવામાં વરસાદ બાદ સ્થિતિ બેકાબૂ બની હતી, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવામાં આવી હતી.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news