
ચોમાસામાં ધોયેલા કપડામાંથી વાસ આવે છે? તો આ ટિપ્સથી સ્મેલ ફ્રી થઇ જશે કપડા અને પહેરવાની મજા આવશે...
In Monsoon Bad smell From Clothes : ચોમાસામાં અવિરત વરસાદ પડવાને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારેે રહે છે. આ ભેજને લીધે કપડામાંથી વાસ આવે છે. કપડામાંથી આવતી વાસને કારણે પહેરવા પણ આપણને ગમતા હોતા નથી. આ વાસને દૂર કરવા માટે લોકો જાતજાતની પ્રોડક્ટ્સ અને પાવડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક એવી ટિપ્સ છે જેની મદદથી તમે સરળતાથી કપડામાંથી આવતી વાસને દૂર કરી શકો છો. તો જાણો તમે પણ આ ઉપાયો વિશે અને કપડામાંથી આવતી વાસને દૂર કરો.
વરસાદના વાતાવરણમાં કપડામાંથી વાસ વધારે આવે છે તો તમે ડિટરજન્ટ પાવડરની સાથે-સાથે વિનેગરનો ઉપયોગ કરો. સરકાથી કપડામાંથી વાસ નહીં આવે અને સ્મેલ ફ્રી થઇ જશે. સતત ભેજના કારણે કપડામાંથી વાસ વધારે છે. વાસ વધારે આવવાને કારણે બાજુની વ્યક્તિ સાથે વાત કરવામાં પણ શરમ આવતી હોય છે. આમ કરવાથી બેક્ટેરિયા ફ્રી કપડા થઇ જાય છે.
કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને તમે પાવડરમાં મિક્સ કરો અને પછી પલાળીને નિચોવી લો. ત્યારબાદ સુકવો. આમ કરવાથી વાસ નહીં આવે અને કપડા સ્મેલ ફ્રી રહેશે. આ ઉપાયો તમે ચોમાસામાં અજમાવશો તો કપડામાંથી વાસ જતી રહેશે અને તમે પહેરી પણ શકશો.
આ પણ વાંચો: આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના...
વરસાદમાં તડકો બરાબર ના આવવાને કારણે કપડા પ્રોપર રીતે સુકાતા નથી. આ કારણે કપડામાંથી વાસ આવે છે. આમ, કપડા થોડા ઘણાં સુકાઇ ગયા હોય તો તમે ખાસ ધ્યાન એ રાખો કે વચ્ચે કપૂરની ગોળી મુકી દો. કપડાની વચ્ચે તમે કપૂર મુકો છો તો વાસ આવતી નથી અને સ્મેલ ફ્રી રહે છે. કપડામાં કપૂર મુકવાથી ગંધ આવતી નથી. કપૂરમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે તમને અનેક પ્રકારના સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે.
વરસાદના વાતાવરણમાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો. કપડા જ્યારે થોડા સુકાઇ જાય એટલે તમે ખાસ કરીને થોડુ-થોડુ ડ્રાયર ફેરવો જેથી કરીને વાસ નહીં આવે અને કપડામાંથી ભેજ જતો રહેશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજ્જુ ન્યૂઝ ચેનલ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી