PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન
કેન્દ્ર સરકાર દ્વારા હસ્ત કારીગરો માટે એક મહત્વની યોજના ચલાવવામાં આવે છે. જેમાં લાભાર્થીને 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની વ્યાજ ફ્રી લોન આપવામાં આવે છે.
PM Vishvkarma Yojna Scheme : કેન્દ્ર સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં અમુક યોજના હેઠળ લોકોને સરકાર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપે છે. જેમાં પીએમ-સ્વનિધિ હોય કે મુદ્રા લોન જેવી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ બધી યોજનાઓ સ્વરોજગારને પ્રોત્સાહન આપે છે. આવી જ એક યોજના પીએમ વિશ્વકર્મા છે. ચાલો તેના વિશે સમજવાનો પ્રયાસ કરીએ.
પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતાના માપદંડ એ છે કે, લાભાર્થી પોતાના હાથ અને ઓજારથી કામ કરતો હોવો જોઈએ. અને 18 પરંપરાગત વ્યવસાયોમાંથી કોઈ એકમાં જોડાયેલો હોવો જોઈએ.
આ સિવાય તેમની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. એ પણ જરૂરી છે કે ઉમેદવારે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈપણ આવી સમાન લોન-આધારિત યોજના હેઠળ સ્વ-રોજગાર અથવા વ્યવસાય વિસ્તરણ માટે કોઈ લોન લીધી ન હોય.
આ યોજના હેઠળના લાભો પરિવારના માત્ર એક સભ્યને જ આપવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર/પરિવારનો સભ્ય સરકારી સેવામાં ન હોવો જોઈએ.
આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર એજન્ટો પોર્ટલ પર કારીગરો અને હસ્તકલાકારોની નોંધણી કરે છે. જેમાં સરકારે એક પ્રક્રિયા સ્થાપિત કરી છે જેથી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશનથી દરેક વિશ્વકર્મા રજીસ્ટ્રેશન પામે તે સુનિશ્ચિત થાય.
આ યોજનામાં 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની વ્યાજ ફ્રી લોન મળે છે. જેમાં ભારત સરકાર 8% સુધીની વ્યાજ સબસિડી પૂરી પાડે છે અને આ રકમ બેંકોને અગાઉથી પૂરી પાડવામાં આવે છે. આ યોજના કારીગરોને બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ 15,000 રૂપિયાનું ટૂલકીટ પ્રોત્સાહન અને કૌશલ્ય અપગ્રેડેશન પદ્ધતિઓ પૂરી પાડે છે, જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શન અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે.
જો તમે ઉપર આપેલ યાદી મુજબ પાત્ર છો, તો તમે તેના માટે અરજી કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે. કેન્દ્ર પર હાજર અધિકારી તમારી યોગ્યતા તપાસશે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે.
1. આધાર કાર્ડ
2. ઓળખપત્ર
3. સરનામાનો પુરાવો
4. જાતિ પ્રમાણપત્ર
5. મોબાઇલ નંબર
6. પાસપોર્ટ સાઇઝનો ફોટો
7. બેંક ખાતાની પાસબુક.
1. જો તમે આ વિશ્વકર્મા યોજનામાં જોડાઓ છો, તો તમારી પાસે મૂળભૂત અને અદ્યતન તાલીમ હશે.
2. અહીં તમને 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે
3. ટૂલ્સ માટે રૂ. 15,000 એડવાન્સ આપવામાં આવશે
4. લાભાર્થીઓને પ્રોત્સાહન જેવી સુવિધાઓ મળશે
5. તમને સિક્યોરિટી વિના 1 લાખ રૂપિયાની લોન મળશે, જે 18 મહિનામાં પરત કરવાની રહેશે અને આગળ તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો, જેના પર તમારે 5 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય અથવા આ વિશ્વકર્મા યોજના વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર જઈ શકો છો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Vishvkarma Yojna Scheme : પીએમ-સ્વનિધિ હોય કે મુદ્રા લોન - પીએમ વિશ્વકર્મા યોજના
