
શ્રાવણ માસમાં કયા મંત્રના જાપથી પ્રસન્ન થશે મહાદેવ, તમારી રાશી અનુસાર કરો આ મંત્રના જાપ...
શ્રાવણ મહિનાની શરૂઆત ગુજરાતમાં 18 જૂલાઈથી થવા જઈ રહી છે. આ વર્ષે અધિક માસ હોવાને લીધે શ્રાવણ મહિનાનાં 4ને બદલે 8 સોમવાર આવશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ પુરાણમાં કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોનો જાપ રાશિઓ મુજબ કરવો જોઈએ. મંત્રોનો જાપ રાશિ મુજબ કરવામાં આવે તો મહાદેવને પ્રસન્ન કરવું વધુ સરળ બની જાય છે. જાણો કઈ રાશિનાં જાતકોએ શ્રાવણ માસ દરમિયાન ક્યા મંત્રનો જાપ કરવો જોઈએ.
શિવલિંગ પર પાણી, દુધ અથવા ચોખા-કાળા તલ સહિત બિલિપત્ર ચડાવતા સમયે અહીં આપેલા મંત્રનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. અથવા જો તમને મહામૃત્યુંજય મંત્ર સ્મરણ હોય તો તેનો જાપ કરવો જોઈએ. આ સિવાય શિવ તાંડવ સ્ત્રોત્રમનું ઉચ્ચાર પણ કરવું જોઈએ. અહીં શાસ્ત્રોક્ત પ્રમાણે કંઈ રાશિઓના જાતકોએ કેવી રીતે શિવલિંગની પૂજા કરવી તે વિશે માહિતી આપી છે.
મેષ રાશિનાં જાતકોએ 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ શ્રાવણ મહિનાનાં સોમવારે કરવો જોઈએ. શિવજીનાં અભિષેક દરમિયાન જળની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરવો જોઈએ.
આ રાશિનાં જાતકોએ 'ઓમ નાગેશ્વરાય' મંત્રનો જાપ કરવો. મહાદેવનો અભિષેક દૂધથી કરવું શુભ રહેશે.
'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલું ઓમ નમઃ ' મંત્રનો જાપ કરવો. શિવલિંગ પર દૂર્વા અને ભાંગનાં પાન ચડાવવું આ રાશિનાં જાતકો માટે શુભ.
'ઓમ ચંદ્રમૌલેશ્વર નમ:' મંત્રનો જાપ કર્ક રાશિનાં જાતકોએ કરવો જોઈએ. રાશિનાં લોકોએ શિવનાં અભિષેકમાં ખીરનો ઉપયોગ કરવો જોઈએ.
'શ્રી સોમેશ્વરાય ' મંત્રનો જાપ સિંહ રાશિના જાતકોએ પૂજા દરમિયાન કરવો જોઈએ. ભગવાનનો અભિષેક ગંગાજળથી કરવું લાભદાયી.
'ઓમ નમ: શિવાય કાલં ઓમ નમ:'નો જાપ કન્યા રાશિનાં જાતકોએ શ્રાવણમાસનાં સોમવારે કરવો. શિવલિંગ પર 5 બીલીપત્ર ચઢાવવા જોઈએ. ( બીલીપત્ર ક્યારેય ખાલી ન ચડાવવું )
'ઓમ શ્રીનીલકંઠાય નમ:'નો જાપ આ રાશિનાં જાતકોએ કરવો. શિવજીનો અભિષેક દહીંથી કરવું લાભદાયી.
'ઓમ હોમ ઓમ જૂં સ:' મંત્રનો જપ વૃશ્ચિક રાશિનાં જાતકોએ કરવો. શિવલિંગનો અભિષેક મધથી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.
'ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:' શ્રાવણ મહિનાનાં સોમવારે કરવો. શિવજીનો અભિષેક મોસંબીનાં જ્યૂસથી કરવો જોઈએ.
શ્રાવણનાં દરેક સોમવારે મકર રાશિનાં જાતકોએ 'ઓમ નમ: શિવાય અને ઓમ ત્રિનેત્રાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગનો અભિષેક દહીંથી કરવો.
'ઓમ ઈન્દ્રમુખાય નમ: અને ઓમ શ્રી સોમેશ્વરાય નમ:' મંત્રનો જાપ આ રાશિનાં જાતકોએ કરવો. ભોલેનાથને જાંબુનો ભોગ ચડાવવું લાભકારી.
'ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:' મંત્રનો જાપ મીન રાશિનાં જાતકોએ કરવો. આ સાથે જ જાતકોએ ત્રિપુંડ બનાવવા માટે પીળા ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.
(Home Page- gujju news channel)
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી.)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક સમાચાર