કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનર્સના DA - DRમાં 3%નો વધારો કર્યો છે. જેથી હવે DA વધીને 55%ની જગ્યાએ 58% થઈ ગયું છે. આ વધારો ઓક્ટોબર મહિનાનાના પગારમાં એકસાથે મળશે. સરકારના આ નિર્ણયથી તિજોરી પર 10,084 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાનો છે.
દિવાળી પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થા (DA) માં 3% વધારો જાહેર કર્યો છે. તેનાથી દેશભરના આશરે 1.5 કરોડ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો લાભ મળશે. અગાઉ આ વર્ષના જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં પણ 2% વધારો કર્યો હતો. ત્યારે DA વધીને 55% થયું હતુ. હવે જુલાઈથી 3% વધશે જેથી DA 58% થઈ જશે.
કેન્દ્ર સરકારે આ નિર્ણય 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણને આધારે કર્યો છે. જે નિર્ણયનો અમલમાં 1 જુલાઈ,2025 થી થશે. પણ તે ઓક્ટોબર 2025 ના પગાર સાથે અપાશે. જેથી કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનો DA વધારો ઓક્ટોબરના પગારમાં એકસાથે મળશે.
જો કોઈ કર્મચારીની બેઝિક સેલરી 50,000 રૂપિયા હોય તો પહેલાનું DA (Dearness Allowance) 55% તરીકે, એટલે કે 55% × 50,000 = 27,500 રૂપિયા DA તરીકે મળતા હતા. હવે સરકારે DA દર વધીને 58% કર્યું છે જેથી 58% × 50,000 ના હિસાબે 29,000 રૂપિયા મળશે. આમ આ વધારાને કારણે કુલ પગારમાં 29,000 - 27,500 = 1500 રૂપિયા પ્રતિ મહિને વધારો થશે. મતલબ કે, કર્મચારીને દર મહિને 1500 રૂપિયા વધુ મળશે.
જો પેન્શનરની વાત કરીએ જેનું બેઝિક પેન્શન 25,000 રૂપિયા હોય તેમનું પણ DR (Dearness Relief) 55% હતું. આથી તેમને 55% × 25,000 = 13,750 રૂપિયા મળતા હતા. પણ DR વધીને 58% થઈ ગયુ છે જેથી તેમને 58% × 25,000 = 14,500 રૂપિયા મળશે. આ ફેરફારને કારણે પેન્શનરનું પેન્શન 14,500 - 13,750 = 750 રૂપિયા પ્રતિ મહિને વધશે. મતલબ કે પેન્શનરને દર મહિને 750 રૂપિયા વધુ અપાશે.
સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ વધારો જાહેર કરાતા સરકાર પર વાર્ષિક 10,084 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. આ વધારો મોંઘવારીના દબાણને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનર્સના ખર્ચને બેલેન્સ કરવા અપાયો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
