
ચોમાસુ(Monsoon) સમગ્ર દેશમાં બેસી ગયુ છે અને નિયત સમય કરતાં છ દિવસ વહેલુ આગમન થયુ છે. ગુજરાત(Gujarat) સહીતનાં રાજયોમાં જુન મહિનાનો વરસાદ સંતોષકારક રહ્યો છે. એટલુ જ જુલાઈ મહિનામાં પણ ભરપુર વરસવાની આગાહી(Heavy Rain Forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગે(IMD) જુલાઈ મહિનાનાં પુર્વાનુમાનમાં કહ્યું છે કે, ગુજરાત મહારાષ્ટ્ર સહીત મધ્ય ભારતનાં મોટાભાગનાં ક્ષેત્રો ઉપરાંત આસપાસના દક્ષિણી ભાગો, પુર્વ ભારત તથા પુર્વોતર-પશ્ચિમોતર ભારતમાં જુલાઈનો વરસાદ નોર્મલ કે તેનાથી વધુ રહેવાની શકયતા છે.જોકે ઉતર પ્રદેશ તથા બિહારનાં અમુક ભાગોમાં વરસાદ ઓછો રહી શકે છે. અમુક રાજયોમાં તાપમાન પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
સમગ્ર દેશમાં જુલાઈનો વરસાદ સરેરાશ 94 થી 106 ટકા રહી શકે છે. પરંતુ ઉતર પ્રદેશ, બિહાર, આસામ, દક્ષિણ કર્ણાટકનાં અંતરીયાળ ભાગો, તામીલનાડુ, પંજાબ અને મેઘાલયમાં ઓછા વરસાદથી કૃષિક્ષેત્રે સંકટના વાદળો ઉભા થઈ શકે છે. આ રાજયોમાં ચોમાસું નબળુ પડવાના સંજોગોમાં ધાન્યનો પડકાર સર્જાઈ શકે કારણ કે ત્યાં ધાન્યનું ઉત્પાદન મોટુ થાય છે અને 30 જુનની સ્થિતિએ વાવેતર 26 ટકા ઓછુ છે. મધ્યભારત ઉપરાંત પૂર્વ-પૂર્વાતર તથા પશ્ચિમોતર ભારતમા સામાન્ય વરદાન શકય છે. જોકે તેમાં કેટલાંક ભાગોમાં ખાદ્ય રહી શકે છે. હાલ સાનુકુળ સીસ્ટમ સક્રિય છે. હાલ સાનુકુળ સીસ્ટમ સક્રિય છે.પશ્ચિમી ઉતર પ્રદેશ તથા આસપાસનાં ભાગોમાં અપર એર સાયકલોનીક સરકયુલેશન છે.ટર્ફ દક્ષિણ મહારાષ્ટ્રનાં કિનારાથી કેરળનાં તટ સુદી છે.એક અપર એર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ બંગાળની ખાડીમાં છે. એક સર્કયુલેશન અરબી સમુદ્રમાં પણ છે.
હવામાન વિભાગે ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ થશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે.અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ આજે બપોરે હવામાનની લેટેસ્ટ આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ડો. મનોરમા મોહન્તી જણાવ્યા પ્રમાણે, સાત અને આઠ તારીખના રોજ વધારે વરસાદની શક્યતા છે. આ બે તારીખના રોજ આખા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ બે દિવસ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.અમદાવાદના હવામાનની વાત કરીએ તો, અમદાવાદમાં પણ સાત અને આઠ તારીખે ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગની આગાહી પરથી રાજ્યમાં શુક્ર અને શનિવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news