
Air Force Plane Cras on Milestone College in Uttara : વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં 19 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ત્યાં જ 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Bangladesh Air Force Plane Crash : બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મોત થયાં છે. અકસ્માત સમયે ક્લાસ ચાલી રહ્યા હતા. બાંગ્લાદેશી સેનાએ વાયુસેનાના F-7 BGI વિમાનના ક્રેશ વિશે માહિતી આપી છે. બાંગ્લાદેશમાં સોમવારે ઢાકાના ઉત્તરામાં વાયુસેનાનું F7 વિમાન ક્રેશ થયું હતું. વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં 19 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ત્યાં જ આ ઘટનામાં પાયલટ સહિત 19 લોકોના મોત થયા છે તો 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર સર્વિસ કંટ્રોલ રૂમના અધિકારી લીમા ખાનમે ઢાકા ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે, ‘અમને બપોરે 1.18 વાગ્યે માહિતી મળી હતી કે ઉત્તરામાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ નજીક એક વિમાન ક્રેશ થયું છે.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. આમાં, સૈન્ય જવાનો ઘણા ઘાયલ વિદ્યાર્થીઓને અકસ્માત સ્થળેથી બહાર કાઢતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ઘણા ઘાયલોને બચાવી લેવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઉત્તરામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઉત્તરા, ટોંગી, પલ્લબી, કુર્મિતોલા, મીરપુર અને પૂર્વાચલથી ફાયર સર્વિસના આઠ યુનિટ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિમાનનો પાયલોટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ વિમાન ક્રેશ થાય તે પહેલાં બહાર નીકળવામાં સફળ રહ્યો હતો કે નહીં.
ડીએમપીના ઉત્તરા ડિવિઝનના ડેપ્યુટી પોલીસ કમિશનર મોહિદુલ ઇસ્લામે મીડિયાને જણાવ્યું હતું કે, ‘માઇલસ્ટોન કોલેજ વિસ્તારમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું છે. બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ માહિતી પછી આપવામાં આવશે.’
માઇલસ્ટોન કોલેજના ભૌતિકશાસ્ત્રના શિક્ષકે ધ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું કે જ્યારે વિમાન કોલેજ કેમ્પસમાં અથડાયું ત્યારે તે દસ માળની કોલેજ બિલ્ડિંગ પાસે ઊભો હતો. કોલેજના શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને બચાવવા દોડી ગયા. થોડીવાર પછી, સેનાના જવાનો પહોંચ્યા અને પછી ફાયર સર્વિસ વિભાગના લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા. શિક્ષકે કહ્યું કે તેમણે પોતે ઓછામાં ઓછા એક ઘાયલ વિદ્યાર્થીને ઇમારતમાંથી બહાર કાઢ્યો અને ઘણા અન્ય વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જોયા. ત્યાં હાજર અન્ય લોકોએ જણાવ્યું કે સેનાના જવાનો ઘાયલ વિદ્યાર્થીઓને તેમના હાથમાં લઈને રિક્ષા અને અન્ય વાહનોમાં લઈ જતા જોવા મળ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bangladesh Air Force Plane Crash Today Incident
VIDEO | Dhaka: Bangladesh Air Force training jet crashes into a school in Dhaka, killing at least one person, fire official says. More details awaited.
— Press Trust of India (@PTI_News) July 21, 2025
(Source: PTI Videos) pic.twitter.com/bzXMGqJTEE