
વિશ્વમાં શિક્ષકનો દરજ્જો સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પોતાની મર્યાદા ભૂલીને અશ્લિલ હરકતો કરે ત્યારે આ દરજ્જાથી નિચે ઉતરી જાય છે. આવો જ એક શિક્ષક યુએસની નામાંકિત યુનિવર્સીટીમાં અશ્લિલ હરકત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુ.એસ.માં એક કોલેજના પ્રોફેસરે મહિલા વિદ્યાર્થીઓને તેમના શર્ટ ઉતારવા માટે કહેવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની નાગરિક અધિકાર કચેરી દ્વારા તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ ત્રણ મહિના સુધી ચાલી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે પ્રોફેસરે ક્લાસમાં લગભગ 11 વિદ્યાર્થિનીઓને શર્ટ કાઢીને સ્પોર્ટ્સ બ્રા પહેરવાનું કહ્યું, જેના કારણે ત્યાં ખૂબ જ ખરાબ વાતાવરણ સર્જાયું હતું. આટલું જ નહીં તેણે યુવતીઓના બ્રેસ્ટ વિશે પણ ખોટી કોમેન્ટ્સ કરી હતી. આ દરમિયાન પ્રોફેસર વિદ્યાર્થિનીઓને કહેતા રહ્યા કે આ મેડિકલ એસેસમેન્ટ સંબંધિત કસરત છે.
અહેવાલો અનુસાર, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ શિષ્ટાચારથી લેબ જેકેટ પહેર્યું હતું, ત્યારે પ્રોફેસરે તેમને આમ કરવાથી રોકી હતી. આ ઘટના તાકોમા/સિલ્વર સ્પ્રિંગ કેમ્પસ (Takoma Park/Silver Spring Campus)માં બની હતી. આ અંગે ઓક્ટોબર, 2019માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી પ્રોફેસરને તાત્કાલિક રજા પર મોકલી દેવામાં આવ્યો હતો અને બાદમાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તો સમગ્ર મામલે મોન્ટગોમરી કોલેજ(Montgomery College )ના પ્રવક્તાએ OCRની સંપૂર્ણ તપાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ અંગેના અંતિમ અહેવાલમાં સમાવિષ્ટ દરખાસ્તોને સમર્થન આપ્યું હતું, જે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાં સામેલ એક વિદ્યાર્થિની કોર્સમાં નાપાસ થઈ હતી. એવું માનવામાં આવે છે કે હેરાનગતિના કારણે તેનુ પરિણામ આવું આવ્યું છે. ત્યારપછી, કોલેજે તેણીને ફરીથી પ્રવેશ કરાવવામાં મદદ કરી અને વર્ગમાં પુનઃ પ્રવેશનો ખર્ચ પણ કવર કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થિનીને કોલેજ દ્વારા ટ્યુશન પણ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં આખરે પ્રોફેસરને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ કેટલાક પ્રશ્નો બાકી છે. આથી કોલેજે આ બાબતનો ખુલાસો કર્યો ન હતો કે આ મામલો પોલીસને મોકલવામાં આવ્યો હતો કે કેમ. આ ઉપરાંત પ્રોફેસરનું નામ કેમ જાહેર કરવામાં આવ્યું નથી? તે કયા વિભાગમાં ભણાવતો હતો તે પણ જણાવવામાં આવ્યું ન હતું.
આવી ઘટની દુનિયાના કોઈપણ ખુણે બને તે શિક્ષણ જગતને અશોભનિય ઘટના છે. આવી ઘટનાઓ શિક્ષણની છબી ખરડી રહ્યા છે. ત્યારે આવા હવસભર્યા શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય તે હિતાવહ છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - દેશ વિદેશના સમાચાર