
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સ્થળે વીજળી પડતા 5 લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટ-ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે. વીજળી પડતા માંગરોળમાં મહિલાનું મોત નિપજ્યું છે. કાલોલના મોકડ ગામે વીજળી પડતાં સરપંચનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ સુરતના કંટવાવ ગામમાં ભારે વરસાદ સાથે પડી વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે.
Rain in Gujarat : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સ્થળે વીજળી પડતા 5 લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટ-ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત થયું છે. વીજળી પડતા માંગરોળમાં મહિલાનું મોત નિપજ્યું છે. કાલોલના મોકડ ગામે વીજળી પડતાં સરપંચનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ સુરતના કંટવાવ ગામમાં ભારે વરસાદ સાથે પડી વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે. સુનિતા ચૌધરી નામની મહિલાનું થયું મોત નિપજ્યું છે. ખેતરમાં પતિ સાથે કામ કરી રહી હતી સુનિતાનું મોત નિપજ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ અને રાજકોટમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. થાનગઢ,નડિયાદ અને વાસોમાં સવા 2-સવા 2 ઈંચ પડ્યો છે. ધોળકા,વાંકાનેર,લુણાવાડામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદ,બોડેલી,જાંબુઘોડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કોટડા, સાંગાણી, ક્વાંટ, કાલોલમાં પણ દોઢ-દોઢ ઈંચ વરસાદ થયો. સાવલી,ચોટીલા,સોજીત્રા,ધંધુકામાં સવા-સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જેતપુર,આણંદ,મુળી અને ખંભાતમાં પણ સવા-સવા ઈંચ વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. ખાંભા શહેરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. ખાંભા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. ખાંભાના નાનુડી, ભાડ, ઉમરીયા, તાતણીયા, સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇહ તી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુત્રાપાડા ના પ્રાચી અને આસપાસ ના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. કોડીનાર, પીપળી, દેવળી, છારા, કડોદરા, ડામલી, સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. માંડાવડ,મોણિયા,નાની મોણપરી ગામે મેઘરાજા મહેરબાન થયા છે. ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ પછી વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદને કારણે ખુશી જોવા મળી રહી છે. જુનાગઢના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માંડાવડ, મોણિયા, નાની મોણપરી ગામે વરસ્યો વરસાદ થયો છે. ભારે પવન સાથે ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થતા બપોર બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધારામણી થઇ છે. ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગેલેક્સી ચોક, સરદાર ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ, સહીત વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.
દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. લાલપરડા, લાલુકા, જૂનીફોટ, મોટીખોખરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પાટડી, થાન, લખતર, મુળી સહિતના તાલુકમાં વરસ્યો વરસાદ વરસ્યો છે. વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડીમાં પણ 1 ઈંચ વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વલસાડનાં ઉમરગામ અને પરડીના આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ રહ્યા છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી છે. લોકો ગરમી અને બફારાથી અનુભવી રાહત અનુભવી રહ્યા છે. સુરત જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે બારડોલી નગર અને તાલુકામાં શરૂ થયો તોફાની વરસાદ. બારડોલી શહેર અને તાલુકામાં વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત થઇ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલી નગર અને તાલુકા સહીત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરતમાં ધોધમાર વરસાદનું આગમન થઇ ચુક્યું છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત મળી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ચીખલી ગામ સહિત તાલુકામાં વરસાદ શરૂ થયો છે. ચીખલી પંથકમાં ભારે ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદના આગમન સાથે વાતાવરણ ઠંડક પ્રસરી છે.
અંબાજીમાં અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત 1 કલાક સુધી અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રવિવારના લઈને અંબાજીમાં યાત્રાલુઓની ભીડ જોવા મળી રહી હતી. અંબાજીના રસ્તાઓ થયા પાણી પાણી થયા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મોડી રાત્રે વરસાદ વરસી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. એક ઇંચ વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. વિજયનગર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વિજયનગર, દઢવાવ, કોડીયાવાડા, લક્ષ્મીપુરા, સામૈયા, લીમડા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પવન સાથે વિજળીની કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.
પંચમહાલમાં વીજળી પડતા કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચનું મોત નિપજ્યું છે. વાવાઝોડું અને વરસાદ આવતા સમયે બાઇક પર ઘરે જતા બનાવ બન્યો છે. સરપંચ અજયસિંહ ચૌહાણનું થયું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.પંચમહાલના કંટેલીમાં મકાન પર વીજળી પડી હતી. ડાભણ ફળિયાના મકાન પર વીજળી પડતા ભયાનક આગ લાગી હતી. વીજળી પડતા નળીયાવાળા મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા મકાનમાં રાખેલો ઘરવખરીનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. આસપાસના રહીશોએ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતો. હાલોલ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ મકાન બળીને ખાક થઇ ગયું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી નથી.
સુરેન્દ્રનગરના થાનગઢમાં વીજળી પડતા આગ લાગી ગઇ હતી. વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ગાજ વિજ સાથે વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વીજળી પડતા વિરાટનગરના ઘરમાં આગ લાગી હતી. આગના બનાવને લઈ ફાયરની ટીમને બાલાવી હતી. થાનગઢ શહેરના વિરાટનગર વિસ્તારમાં વિજળી પડતા ઘરની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘરના સદસ્યો સમયસૂચકતા વાપરી ઘરની બાહાર આવી જતા કોઇ જાનહાની થઇ નથી. છોટાઉદેપુરમાં વીજળી પડતા એક યુવાનનું મોત નિપજ્યું છે. ઉચાપાન ગામમાં વિજળી ત્રાટકતા એકનું મોત નિપજ્યું છે. કૂવાનું બાંધકામ કરી રહેલા યુવાનો પર વિજળી ત્રાટકી હતી. સંજય રાઠવા નામના યુવકનું મોત નિપજ્યું છે. અન્ય 7 જેટલા યુવાનો દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક યુવકને વધુ સારવાર માટે બોડેલી રીફર કરાયો છે. રાજકોટમાં વીજળી પડવાના કારણે 1 શખ્સનું મોત થયું છે. રાજકોટના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડી હતી. 43 વર્ષીય દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું છે. સાંજના સમયે દલુભાઈના ઘરે વીજળી પડવાથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દલુભાઈનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Monsoon Start - heavy rain in gujarat district amreli bhavnagar rajkot surendranagar - Gujarat Weather Report - Gujarat Rain Forecast for next 5 day - Ambalal Ni Agahi - હવામાન વિભાગની આગાહી - Vijli Padta Mot - Death after lightning strikes in gujarat - Rain in Gujarat