• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Gold Silver Price: સોનામાં કડાકો, ભાવ ઐતિહાસિક ટોચથી 9 ટકા ઘટ્યા, ચાંદી પણ તૂટી

Gold Silver Price: સોનામાં કડાકો, ભાવ ઐતિહાસિક ટોચથી 9 ટકા ઘટ્યા, ચાંદી પણ તૂટી

11:02 PM May 15, 2025 Gujju News Channel Share on WhatsApp

Gold Silver Price Down: સોના ચાંદીના ભાવ સતત ઘટીને એક મહિનાની નીચી સપાટી પર આવી ગયા છે. ઐતિહાસિક ટોચથી ગોલ્ડ સિલ્વર 10 ટકા સુધી સસ્તા થયા છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ



Gold Silver Rate Today : સોના ચાંદીના ભાવ ઘટીને મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા છે. આ સાથે બંને કિમતી ધાતુ સોના ચાંદીના ભાવ એક સમાન થઇ ગયા છે. એક જ દિવસમાં સોનું 1500 રૂપિયા અને ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ છે. તાજેતરમાં સોના ચાંદીના ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોચ્યા છે. જો કે ભૂરાજકીય તણાવ હળવો થતા આ સપ્તાહે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે.


► સોનું 1 મહિનાને તળિયે


સોનાના ભાવ 1 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 1500 રૂપિયા સસ્તું છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાની કિંમત 95500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે 15 એપ્રિલ, 2025 પછીનો સૌથી નીચો ભાવ છે. આગલા દિવસે સોનાનો ભાવ 97000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો. આજે 23 કેરેટ 99.5 સોનાની કિંમત 95200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટવાથી ભારતીય બજારમાં પણ ભાવ છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં સોનું 3000 રૂપિયા સસ્તું થયું છે.


► ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ


સોના પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 1000 રૂપિયા ઘટીને 95500 રૂપિયા થયા છે. એક દિવસ અગાઉ ચાંદીની કિંમત 96500 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. હજાર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા છે.


► સોના ચાંદી ઐતિહાસિક ટોચથી નોંધપાત્ર ઘટ્યા


સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચથી 10 ટકા સુધી ઘટ્યા છે. વાયદા બજાર એમસીએક્સ સોનાનો ભાવ આજે 91250 રૂપિયા બોલાયો હતો. આમ 22 એપ્રિલના 1 લાખ રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલથી સોનું 8750 રૂપિયા ઘટી ગયું છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આજે સોનાના ભાવમાં 2375 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને 10 ગ્રામની કિંમત 91484 રૂપિયા થઇ હતી. તો ચાંદી પણ 2297 રૂપિયા ઘટીને 94103 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. આગલા દિવસે સોનાનો ભાવ 93859 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 96400 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ 1 મહિનાના નીચા સ્તરે છે. કોમેક્સ ગોલ્ડ ફ્યૂચર 1.1 ટકા ઘટીને 3141 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું છે. નોંધનિય છે કે, 22 એપ્રિલે સોનાનો ભાવ 3500 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gold Silver Rate Today



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની શા માટે કરાઈ અટકાયત ? પોલીસની કાર્યવાહી સામે સમર્થકોમાં રોષ

  • 05-07-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 જુલાઈ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-07-2025
    • Gujju News Channel
  • Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?
    • 04-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુલાઈ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-07-2025
    • Gujju News Channel
  • ગુજરાતને ધમરોળશે મેઘરાજા, છ દિવસ પડશે 10 ઈંચ વરસાદ, અંબાલાલની ડરામણી આગાહી
    • 03-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુલાઈ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-07-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"
    • 02-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જૂનમાં GSTની આવક 6100 કરોડ રૂપિયાને પાર
    • 01-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us