• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • અમરનાથ યાત્રા માટે ભાવિકો તૈયાર: ૧૩૫ લંગરોની વ્યવસ્થા, ૧.૫૦ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત...

અમરનાથ યાત્રા માટે ભાવિકો તૈયાર: ૧૩૫ લંગરોની વ્યવસ્થા, ૧.૫૦ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત...

06:58 PM June 29, 2023 admin Share on WhatsApp



જમ્મુથી શુક્રવારની વહેલી સવારે યાત્રીઓનો પ્રથમ જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થશે. જો હવામાન સાથ આપશે તો ૧ જુલાઇના રોજ સાંજે જ પવિત્ર ગુફાના પ્રથમ દર્શન કરશે. યાત્રામાં સામેલ થવા જઇ રહેલ લાખો શ્રધ્ધાળુઓની સેવા માટે લખનપુરથી લઇને પવિત્ર ગુફા સુધી ૧૩૫થી વધુ લંગરોની વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. સાથે જ દોઢ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ સતત ૬૨ દિવસ સુધી ખડેપગે રહેશે.

દરરોજ ૧૫ હજાર શ્રધ્ધાળુઓને પહેલગામ તથા બાલટાલના રસ્તે યાત્રામાં સામેલ થવાની અનુમતી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩ લાખ ભાવિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કાલથી ઓન ધ સ્પોટ નોંધણીની પણ જાહેરાત કરવામાં આવી છે. યાત્રાનો મુખ્ય બેઝ કેમ્પ જમ્મુના યાત્રી ભવનમાં બનાવવામાં આવ્યો છે. જોકે આ વખતે વહેલા ચોમાસાના કારણે ભાવિકોની ચિંતા વધી ગઇ છે. બંને યાત્રા માર્ગો ઉપર હવામાન વારંવાર બદલાતુ રહ્યું છે.

AMARNATH YATRA STARTING DEVOTEES PRAY

જમ્મુથી લઇને બાલટાલ તથા પહેલગાવ સુધીના યાત્રા માર્ગની સુરક્ષાને કેરીપુબના હવાલે કરવામાં આવી છે. જ્યારે પહેલ ગાવથી ગુફા તથા બાલટાલથી ગુફાના માર્ગ ઉપર સેના, બીએસએફ અને સ્થાનીક પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં મુકાઇ છે. જ્યારે ગુફાની બહાર સુરક્ષાની જવાબદારી આઇટીબીપીને સોંપવામાં આવી છે.  ઉપરાંત રાજયના તમામ અધિકારી-કર્મચારીઓનું ધ્યાન અમરનાથ યાત્રા ઉપર છે, કેમ કે હવે આ પવિત્ર યાત્રા ધાર્મિકમાંથી રાષ્ટ્રીય યાત્રા બનતા આંતકી હુમલાનો ખતરો પણ છે.

આ પણ વાંચો: મહાદેવના ભક્તો આનંદો: 19 વર્ષ બાદ 2 શ્રાવણ માસ આવ્યા, આ રીતે મહાદેવની રીજવો...

પવિત્ર યાત્રામાં આવનાર ૮ થી ૧૦ લાખ શ્રધ્ધાળુઓ માટે લંગરની સાથે રહેવાની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. સ્વાસ્થ્ય સેવાઓ હાઇ એલર્ટ ઉપર છે. કેમ કે ગત વર્ષે ૧૦૦ થી વધુ લોકો હૃદયરોગના કારણે અવસાન પામ્યા હતા. સાથે જ સુરક્ષા અધિકારીઓએ યાત્રા દરમિયાન ચકલુ પણ ન ફરકે તેવી સજ્જડ સુરક્ષાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વધારાના સુરક્ષાબળોને અમરનાથ યાત્રા માર્ગ, ગુફા આસપાસના વિસ્તારો અને યાત્રાઓની સુરક્ષા માટે બેઝ કેમ્પ તથા રાજમાર્ગો ઉપર તૈનાતી કરવામાં આવી છે. જેમાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવતા જવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અધિકારીઓ મુજબ આતંકવાદીઓ અને તેમની હરકતો ઉપર નજર રાખવા માટે વાયુસુનાની પણ મદદ માંગવામાં આવી છે. કેમ કે અમરનાથ યાત્રા પહાડોમાં થઇને પસાર થાય છે. અને પહાડોના ખુણે-ખુણે સૈનીક તૈનાત ન કરી શકાય. આવી જ રીતે નેશનલ હાઇવે ઉપર પણ અમરનાથ યાત્રાના ભાવિકોના જથ્થાની સુરક્ષા માટે પણ ફાઇટર હેલીકોપ્ટરો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us