
તબીબે એવો અહેવાલ રજુ કર્યો હતો કે આ મહિલા શિક્ષિકા કૂપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા છે.. તેના મેડિકલ રિપોર્ટને આધારે જજ દ્વારા શિક્ષિકાને ગર્ભપાતની મંજુરી આપવામાં આવી છે.
Surat News : સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યૂશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું, જોકે સગીરના પેટમાં ઊછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે DNAનાં સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવે એ પહેલાં શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતાં કોર્ટે ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે.
સગીરા વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પુણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યૂશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાંનો, એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.
ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફત 20 અઠવાડિયાંના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ મગાવવામાં આવ્યો હતો, જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતાં આ કેસમાં પોલીસે મુદત માગી હતી. પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મિમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો. એ રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયાં અને ત્રણ દિવસની ગર્ભવતી છે. એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયાં સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે. હાલની અપરિણીત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે. હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માગે છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તેક્ષપ કરવામાં તથા માનસિક ગૂંચવણોનો સમાપ્ત થાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે. ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી.
સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની હતી. સાડાચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મી એપ્રિલે વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો.
પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે.
સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
પોલીસ એ ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે, જોકે પોલીસે ગર્ભમાં ઊછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના DNA માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Surat Samachar - Surat Latest News