
'ઓપરેશન સિંદૂર' પર બનશે ફિલ્મ, નિર્માતાઓ વચ્ચે મૂવી બનાવવા માટે લાગી હોડ | Operation Sindoor Movie
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભરતોય સેનાએ 7 મે ના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરીને બદલો લીધો છે. ત્યારપછીથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. આ એર સ્ટ્રાઈકને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. બીજી તરફ હવે બીજા જ દિવસે આના પર ફિલ્મ બનાવવાની તૈયારી પણ થઈ ગઈ છે.
Operation Sindoor Film Making : ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને લીધો છે. ભારતીય સેનાએ 7 મી એ સવારે પાકિસ્તાન અને PoJKમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતની જવાબી કાર્યવાહીને કારણે દેશના લોકોનો ઉત્સાહ ખૂબ જ વધારે છે. અહીં હવાઈ હુમલાના એક દિવસ પછી, ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'નું શીર્ષક નોંધાવવા માટે નિર્માતાઓ વચ્ચે દોડધામ ચાલી રહી છે.
જો કે ઉલ્લેખનીય છે કે આ બૉલીવુડ હંમેશા સત્ય ઘટન આધારિત મુદ્દાઓને ફિલ્મોનું નિર્માણ કરતું આવ્યું છે. પછી તે કોઈના જીવન વિષેની કહાની હોય કે કોઈ વોરની વાત. ભારતીય દર્શકો હંમેશા સત્યઘટના આધારિત ફિલ્મોને જોવાનું પસંદ કરે છે. અને તેમ પણ ભારત પાકિસ્તાનના યુદ્ધ આધારિત ફિલ્મો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એ જ કારણ છે કે હજુ પણ સની દેઓલની 'બોર્ડર' લોકોના દિલ-દિમાગમાં છવાયેલી છે. અને આવી જ એર સ્ટ્રાઈકની ઘટના પર આધારિત વિક્કી કૌશલની ફિલ્મ 'URI' ઉરીને પણ ખૂબ પસંદ કરાઇ હતી. ત્યારે હવે 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ નજીકના ભવિષ્યમાં રીલીઝ થાય તો નવાઈ નહીં.
તાજેતરમાં એક મીડીયા અહેવાલ પ્રકાશિત થયો હતો તેમાં 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી મળતાની સાથે જ વિવિધ ફિલ્મ નિર્માણ કંપનીઓ એક્શનમાં આવી ગઈ. તેમણે ફિલ્મ ઓર્ગેનાઇઝેશનમાં પોતાનો પ્રતિનિધિ મોકલ્યો અને 'ઓપરેશન સિંદૂર' નામ રજીસ્ટર કરાવ્યું. અહેવાલો અનુસાર મહાવીર જૈનની કંપની આ રેસમાં આગળ છે અને તેણે પ્રથમ ટાઇટલ નોંધાવ્યું છે. આ ઉપરાંત ઝી સ્ટુડિયો અને ટી-સિરીઝે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ રેસમાં ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા છે. એવું પણ બહાર આવ્યું છે કે પ્રખ્યાત દિગ્દર્શક મધુર ભંડારકરે પણ આ ટાઇટલ માટે નોંધણી કરાવી છે. નોંધનીય છે કે ફિલ્મના ટાઇટલ અને ફિલ્મની વાર્તાને પહેલા ફિલ્મ ઓર્ગેનાઇઝેશનમાં રજીસ્ટર કરાવવી પડે છે. એક જ નામ બે લોકો રજીસ્ટર કરવી શકતા નથી. આથી વહેલા તે પહેલાંના ધોરણે ફિલ્મનું નામ રજીસ્ટર કરાવવાનું રહે છે. જો કોઈ સંજોગોને લીધે જેણે પહેલા નામ રજીસ્ટર કરાવ્યું હોય તે જે તે ટાઈટલનો ઉપયોગ કરતું નથી તો બાદમાં તેની સંમતિથી તે ટાઇટલ અન્ય નિર્માતાને આપવામાં આવે છે.
બોલિવૂડ પહેલાથી જ ઘણી લશ્કરી કાર્યવાહી પર ફિલ્મો બનાવી ચૂક્યું છે. આમાં વિક્કી કૌશલની 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સની દેઓલની 'બોર્ડર', 'આમરન' અને આલિયા ભટ્ટની 'રાઝી' અને 'ધ ગાઝી એટેક' પણ છે. આ ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ ઉપરાંત 'લક્ષ્ય', 'શેહશાહ', 'ગુંજન સક્સેના: કારગિલ ગર્લ' પણ આ યાદીમાં આવે છે. હવે ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ટાઇટલ અને આ ફિલ્મ કયા ફિલ્મ નિર્માતાને મળશે તે જોવું રસપ્રદ રહેશે. નિષ્ણાતો માને છે કે જે પણ ફિલ્મ નિર્માતા પહેલા ટાઇટલ રજીસ્ટર કરાવશે. તેનો હાથ ઉપર રહેશે. આ યુદ્ધ જે પણ ફિલ્મ નિર્માતા જીતશે તેના માટે આ એક મોટી તક હશે. જોકે આ હવાઈ હુમલા પછી, લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ બનાવવાની માંગ કરી રહ્યા હતા. ઘણા લોકોએ તો તેમના મનપસંદ કલાકારોને પણ ટેગ કર્યા જેમને તેઓ ફિલ્મમાં જોવા માંગે છે. ત્યારે એ જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે આ ફિલ્મમાં હીરોની ભૂમિકા કોણ ભજવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Operation Sindoor Film Making - Bollywood News in Gujarati