
100+ એકદમ નવા ગુજરાતી સુવિચાર અર્થ સાથે | Latest Suvichar Gujarati With Images And Meaning
અહીં આપેલા Gujarati Suvichar ગુજરાતી સુવિચાર તમારા જીવનને નવો રાહ બતાવવા અને ઉત્સાહ ઉમેરશે..
Gujarati Suvichar ગુજરાતી સુવિચાર (Suvichar) એટલે “સારા વિચારો”. સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. કહેવાય છે કે તમે જેવું વિચારશો તેવા બની જશો! એટલા માટે હંમેશા સારા વિચારો અને ઉચ્ચ આચરણ રાખવું જોઈએ. નબળા અને કુટિલ વિચારો માણસ ને નકામો બનાવી દે છે. ત્યારે અહીં આપેલા સુવિચાર school suvichar gujarati , suvichar good morning radhe radhe , student school suvichar gujarati , best suvichar in gujarati તમને તમારી જીંદગીમાં ફરી ઉત્સાહ, જોમ-જુસ્સો અને સ્ફૂર્તિથી ભરી દેશે.
કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ આવે છે અને
સાકરથી પણ મીઠો માણસ ઘણીવાર જિંદગી બરબાદ કરી નાંખે છે..!!
માણસ વસ્ત્ર બદલે છે, મકાન બદલે છે
સંબંધ બદલે છે છતાં દુઃખી રહે છે..!!
કેમ ખબર છે ? કેમ કે તે સ્વભાવ નથી બદલતો...!!
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો સાહેબ, કારણ કે;
કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે એમાં ઘણો ફેર પડે છે !!
કોઇનું સારું થાય એ માટે મોગ આપવો
એ છપ્પન ભોગ કરતા મહત્વનો ભોગ છે...!!
દુનિયામાં સૌથી ભાગ્યશાળી એક વ્યક્તિ છે
જેની પાસે ભોજનની સાથે ભુખ છે
પથારીની સાથે ઊંઘ છે અને
ઘનની સાથે ઘર્મ છે...!!
જે છે તેનો આનંદ લેવો હોય તો
જે નથી તેની ચિંતા છોડી દો...!!
તમારી કિંમત ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી પાસે
એવું કંઇક છે જે પૈસાથી ખરીદી શકાતું નથી...!!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!”
એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!
વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ,સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે!
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!
બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો,કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ!
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે!
સપના એટલે પગથિયાં વિનાની સીડી,સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
જે વ્યક્તિને સંતોષ નથી,તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!
જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને,એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!
વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે!
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!
કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,જિંદગી જીવવાની છે જીતવાની નથી!
ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!
જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!
ધારેલું ના મળે, મળેલું ના ગમેઅને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!
જે સંબંધોમાં ઝેર ઓગળી ગયું હોય,એ સંબંધોમાં અમૃત ભળે તો પણ મધુર બની શકતા નથી!
નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,અને તમારા વિના ચાલશે પણ નહી!
શોખ ઊંચા નથી અમારા,બસ જિંદગી જીવવાની રીત અલગ છે!
બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,કે તું તારું કામ કર્યે જા બીજાની ચિતા ન કર!
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati