
Surat News : 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકા ઝડપાઈ, 4 દિવસમાં સુરતથી 390 કિમીથી વધુ દૂર પહોંચી ગયા હતા
Surat Teacher And 11 Year old Student Love Story : સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ત્યારે વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી શિક્ષિકા મળી આવી છે. શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. બે દિવસ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, તેના બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરાયા હોવાની શંકા છે. ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે. જે તેને ટ્યુશન ક્લાસ પણ કરાવે છે.
પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. જેના બાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી. તેના બાદ બંને પરિવારના લોકો શિક્ષિકા અને કિશોરની શોધ કરી રહ્યાં હતા.
ગુજરાત રાજસ્થાનની શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. જેના બાદ બંનેને પુણા પોલીસ સુરત લઈ આવવા રવાના થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સબંધ છે કે કેમ એ પ્રશ્ન ઉદભવ્યો છે. પુણા પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.
પોલીસે તપાસમાં સામે આવ્યું કે, શિક્ષિકાએ મેક માય ટ્રીપથી ઓનલાઈન ટુર પેકેજ બુક કર્યું છે. શિક્ષિકા ઘરેથી કપડા ભરેલી બેગ લઈને નીકળી હતી. પરંતું બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજાં દિવસે બાળકને પણ લઈ ગઈ હતી.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel