SAFF Championship 2023 News: રમતના મેદાન પર ખેલાડીઓ વચ્ચે અવારનવાર મિત્રતાનું વાતાવરણ જોવા મળે છે. જોકે હવે આવું જ કંઈક SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ગ્રૂપ મેચમાં 27 જૂન મંગળવારના રોજ જોવા મળ્યું હતું. ભારત અને કુવૈત વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન મેચની વચ્ચે જ બે ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંનેના ખેલાડીઓ ટીમો એકબીજા સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે આ મેચ 1-1થી ડ્રો રહી હતી.
► શું હતો સમગ્ર મામલો ?
SAFF ચેમ્પિયનશિપ 2023ની છેલ્લી ગ્રુપ મેચ બેંગલુરુમાં ભારત અને કુવૈત વચ્ચે થઈ હતી. આ દરમિયાન 88મી મિનિટે કુવૈતના હમાદ અલકલ્લાફે ભારતીય મિડફિલ્ડર સાહલ સમદને ધક્કો મારીને નીચે લાવ્યો હતો. આનાથી ભારતીય ટીમ ગુસ્સે થઈ ગઈ અને ભારતીય ખેલાડી રહીમ અલીએ હમાદને ધક્કો માર્યો. આવી સ્થિતિમાં કુવૈત અને ભારત બંનેના ખેલાડીઓ સામસામે આવી ગયા હતા અને ટક્કર થઈ હતી. સ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.
How hot is it in Bengaluru?
— Akshata Shukla (@shukla_akshata) June 27, 2023
WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd
► મેચ 1-1થી ડ્રો થઈ
આ પછી ભારતના રહીમ અલી અને કુવૈતના હમાદને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને મેચ 1-1થી ડ્રો થઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારત અને કુવૈતના ખેલાડીઓ એકબીજા સાથે લડતા જોવા મળે છે.
આ પણ વાંચો: ICC World Cup 2023નું શેડ્યુલ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાક. વચ્ચે રમાશે મેચ...
► ભારત-કુવૈત SAFF ચેમ્પિયનશિપ મેચ
ભારત અને કુવૈત વચ્ચેની SAFF ચેમ્પિયનશિપ મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ પહેલા હાફમાં ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ચેમ્પિયનશિપમાં સુનીલ છેત્રીનો આ પાંચમો અને SAFF ચેમ્પિયનશિપની 26 મેચમાં 24મો ગોલ છે. પરંતુ બીજા હાફમાં કુવૈતના અનવર અલીએ શાનદાર ગોલ કર્યો અને મેચ 1-1ની બરાબરી પર રહી.
નોંધનીય છે કે, SAFF ચેમ્પિયનશિપની 9 મેચોમાં ભારતે આ પહેલો ગોલ સ્વીકાર્યો છે. જોકે ભારતને 35મી મિનિટે લીડ લેવાની તક મળી હતી પરંતુ ભારતના અનિરુધ થાપાના કોર્નર પરથી અનવર અલીનું હેડર લક્ષ્યની બહાર ગયું હતું. SAFF ચેમ્પિયનશિપમાં ભારત અને કુવૈત બંનેના 7-7 પોઈન્ટ છે, પરંતુ ગોલની એવરેજ પ્રમાણે કુવૈત ટોપ પર છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો લેબનોન સાથે થશે અને કુવૈતનો મુકાબલો બાંગ્લાદેશ અથવા માલદીવમાંથી થશે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news - Sports News