
Bollywood / લસ્ટ સ્ટોરી-2 જોતા સમયે કોઈ રૂમમાં આવી જાય તો શું કરવું? જાણો તમન્ના ભાટિયાએ શું કહ્યું..?
Lust Stories 2 Tamannaah Bhatia: ચાર વર્ષ પછી નેટફ્લિક્સ (Netflix) પર લસ્ટ સ્ટોરીઝની બીજી સીઝન આવી રહી છે. લસ્ટ સ્ટોરીઝ 2, 29 જૂનથી સ્ટ્રીમ થવા જઈ રહી છે, જેમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ, નીના ગુપ્તા જેવા સ્ટાર્સ જોવા મળશે. રિલીઝના બે દિવસ પહેલા તેનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. નેટફ્લિક્સે મંગળવારે એક નવો પ્રોમો વિડિયો રિલીઝ કર્યો છે. વીડિયોની શરૂઆત તમન્ના અને વિજય વચ્ચેના ઈન્ટિમેટ સીનથી થાય છે. વીડિયોમાં આગળ, તમન્ના કહી રહી છે કે લસ્ટ સ્ટોરીઝ 2 જોતી વખતે જો કોઈ તમારા રૂમમાં પ્રવેશ કરે તો તમારે શું કરવું જોઈએ.
તમન્ના ભાટિયાએ શું કહ્યું ?
તમન્ના ભાટિયા કહે છે કે, જો કોઈ રૂમમાં પ્રવેશ કરે તો ગભરાવાની અને લસ્ટ સ્ટોરીઝ 2 ને પોઝ કરવાની જરૂર નથી. એમાં માત્ર લસ્ટ જ નથી, એ સિવાય પણ ઘણું બધું છે. જેમ કે નાટક છે, રોમાંસ છે, માતાનો પ્રેમ છે, દાદીમાનો પ્રેમ છે, એક્સનો પ્રેમ છે, બાઈનો પ્રેમ છે.
તમન્ના આગળ કહે છે કે, તેની પાસે બધું જ છે. નામ પર ન જાઓ, પરંતુ આ સીરીઝ બધાને બતાવો. તે કહે છે, “શું થશે, તોફાન આવશે, આકાશ ફાટી જશે, વાઈફાઈ બંધ થઈ જશે, નહીં ને, જો તમે વધુ ટેન્શન લેશો તો તમારા માથા પર એબ્સ આવશે.”
લસ્ટ સ્ટોરીઝમાં આ સ્ટાર્સ મળશે જોવા
લસ્ટ સ્ટોરીઝ 2 માં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ અને નીના ગુપ્તા ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ છે. જેમ કે- કુમુદ મિશ્રા, અમૃતા સુભાષ, અંગદ બેદી અને મૃણાલ ઠાકુર. આ સીરીઝનું નામ નેટફ્લિક્સની પોપ્યુલર સીરીઝમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, વિજય અને તમન્ના એકબીજાના એક્સ લવર્સના રોલમાં જોવા મળે છે.
તેની પ્રથમ સીઝન વર્ષ 2018માં આવી હતી, જેમાં કિયારા અડવાણી, રાધિકા આપ્ટે, ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. લોકોને પહેલી સીઝન ઘણી પસંદ આવી હતી. આ સાથે જ બીજી સિઝન પણ દસ્તક આપવા આવી રહી છે.
આજના તાજા ગુજરાતી સમાચાર gujarati news - Get latest and breaking gujarati news about આજના તાજા ગુજરાતી સમાચાર - gujju news channel - બૉલીવુડ સમાચાર - મનોરંજન સમાચાર