
ટીમ ઈન્ડિયાને આઈપીએલ 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ વનડે અને ટી-20 શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે
ટીમ ઈન્ડિયાને આઈપીએલ 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાશે. આ પછી ભારતીય ટીમ વનડે અને ટી-20 શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી મેચ 31 ઓગસ્ટે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયાની આ પહેલી સફેદ બોલની શ્રેણી હશે.
► ભારતની ડોમેસ્ટિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે
ભારતની ડોમેસ્ટિક સિઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતનો પ્રવાસ કરશે. ભારતની હોમ સીઝનની શરૂઆત 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20I મેચ રમશે. ભારત બે ઘરઆંગણાની શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રેણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, જેમાં 19 ઓક્ટોબરથી ODI અને 29 ઓક્ટોબરથી T20I રમાશે.
Dates announced for #TeamIndia‘s tour of Bangladesh.
The Senior Men’s Team will play three T20Is and as many ODIs against Bangladesh.#BANvIND pic.twitter.com/xRnQa0BlZL
— BCCI (@BCCI) April 15, 2025
► ભારત અને બાંગ્લાદેશ શ્રેણી 2025
• ભારત vs બાંગ્લાદેશ ODI શ્રેણી શેડ્યૂલ
1લી ODI – 17 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
2જી ODI – 20 ઓગસ્ટ, બુધવાર – મીરપુર
3જી ODI – 23 ઓગસ્ટ, શનિવાર – ચટગાંવ
► ભારત vs બાંગ્લાદેશ T20 શ્રેણી શેડ્યૂલ
1લી T20 – 26 ઓગસ્ટ, મંગળવાર – ચિત્તાગોંગ
બીજી T20 – 29 ઓગસ્ટ, શુક્રવાર – મીરપુર
ત્રીજી T20 – 31 ઓગસ્ટ, રવિવાર – મીરપુર
► છેલ્લી ODI સીરિઝમાં ભારતની થઈ હતી હાર
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે 2022/23માં બાંગ્લાદેશમાં ODI સીરિઝ રમી હતી. જ્યારે બાંગ્લાદેશે ભારત સામે 2-1થી સીરિઝ જીતી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારત આ સીરિઝની પહેલી બે મેચ હારી ગયું હતું. T 20 સીરિઝની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી રમાયેલી બંને સીરિઝ જીતી છે.
હાલમાં બધા ઇન્ડિયન પ્લેયર્સ IPL 2025માં અલગ અલગ ટીમો માટે રમી રહ્યા છે. આ લીગ પછી તરત જ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે.આ સીરિઝની છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન રમાશે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - after-ipl-the-indian-team-will-go-on-a-tour-of-bangladesh-bcci-announced-the-schedule-see-how-many-matches-will-be-played