
હવે શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થી તેના માતાનું નામ લખાવી શકશે, જાણો પ્રોસેસ અને કયા પુરાવા રજૂ કરવા પડશે
અત્યાર સુધીમાં એકપણ ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ લખવાની જોગવાઈ નહોતી, પરંતુ બોર્ડે તેના વિનિયમમાં ફેરફાર કરાતાં માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે.
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ પૂર્ણ થઈ ગયો હોય એવા તમામ વિદ્યાર્થીઓનાં નામ પાછળ માતાનું નામ લખાવી શકાશે. અત્યાર સુધીમાં એકપણ ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ લખવાની જોગવાઈ નહોતી, પરંતુ બોર્ડે તેના વિનિયમમાં ફેરફાર કરાતાં માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. આ પ્રકારનો ફેરફાર કરાવવા ઈચ્છતા લોકો જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જે-તે જિલ્લાના શિક્ષણના અધિકારી પાસે ફેરફાર કરાવી શકશે.
► પિતાની જગ્યાએ માતાનું નામ લખવા માટેના ડોક્યુમેન્ટ્સ
• અસલ સોગંદનામુ
• સિવિલ કોર્ટના હુકમની નકલ
• રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાના આધારની નકલ
• વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર
• માતાનું આધાર-પાનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ
► બાળકના પિતા બદલાય એવા કિસ્સામાં રજૂ કરવાના પુરાવા
• માતા-પિતાનું સંયુક્ત સોગંદનામુ
• સિવિલ કોર્ટના હુકમની નકલ
• રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાના આધારની નકલ
• વિદ્યાર્થીના બર્થ સર્ટિફિકેટની નકલ
• લગ્ન નોંધણી પ્રમાણપત્ર,છુટા છેડા થયાનો આધાર, છુટાછેડા હુકમનામુ
• દત્તક વિધાનની નકલ
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel